ગુજરાતમાં ફરી ઘેરાશે વાદળો, અંબાલાલ પટેલની ભારે પવન, માવઠાની આગાહી

B INDIA : ગુજરાતના હવામાન અંગે નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરા સાથેની આગાહી કરવામાં આવી છે શિયાળુ પાક તૈયાર થઈ જવાની સ્થિતિમાં છે તેવા સંજોગોમાં વાતાવરણમાં પલટો અને માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. તો બીજી બાજુ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં અનેક લગ્નના મુહૂર્ત પણ છે જેના કારણે લગ્નવાળાના ઘરોમાં પણ ચિંતા છવાઇ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે બેથી પાંચ ફેબ્રુઆરી ગુજરાતના વાતવાતમાં પલટો આવશે. કેટલાક ભાગોમાં ગાજવીજ ભારે પવન સાથે વરસાદની શકયતા રહેશે. માવઠા અને કરા માટેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા રહેશે. બેથી ત્રણ ફેબ્રુઆરીમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, જામનગરના કેટલાક ભાગોમાં તેમજ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે. આ સાથે મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, નડિયાદ, કપડવંજ, પંચમહાલ કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા રહેશે. ઉતર ગુજરાતના સાબરકાંઠામાં કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે. કેટલાક ભાગોમાં 10થી 20 મિલિમિટર વરસાદ થવાની શકયતા રહેશે.

મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા, કરા સાથે કમોસમી વરસાદ થશે. જેની અસર ગુજરાત સુધી થશે અને ગુજરાતના ભાગોમાં પણ ગાજવીજ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે.

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *