રાજકોટનાં સમૂહ લગ્નમાં જયેશ રાદડિયા નામ લીધા વગર વિરોધીઓ પર વરસ્યા, જાણો શું કહ્યું…

B INDIA રાજકોટ : રાજકોટમાં 511 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. આ દરમિયાન જયેશ રાદડિયા નામ લીધા વગર સમાજના અમુક વ્યકિતઓ પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, હુ જે કામ કરૂ છું તેના કારણે સમાજમાં અમુક લોકોના પેટમાં તેલ રેડાય છે. પણ હું કામ કરતો આવ્યો છું અને કરતો રહીશ.

-> જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસ્યા :- જયેશ રાદડિયાએ વિરોધી પર પ્રહાર કર્યો હતો. અને કહ્યું કે 2 થી 5 લોકો ટપોરી ગેંગ જેવા છે,અને સમાજની બે ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખે છે સાથે-સાથે આવા લોકોને સારું થાય છે તે જોવાતું નથી. રાજનીતિમાં લેવાદેવા નથી તેમ છત્તા સમાજમાં રાજનીતિ કરે છે અને અન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે.

-> 511 દીકરીઓનાં ભવ્ય સમુહલગ્નોત્સવ :- રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ભાજપના યુવા નેતા જયેશ રાદડિયા દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ રાદડિયાની પૃણ્ય સ્મૃતિમાં ‘પ્રેમનું પાનેતર’ નામે 511 દીકરીઓનો ભવ્ય સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં દરેક વર-વધુનો વિન્ટેજ કારમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સાથે જ રોમન અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા સેટ સમૂહ લગ્નનું આકર્ષણ કેન્દ્ર બન્યા. 75 વિઘામાં યોજાનારા આ સમૂહલગ્નમાં 10 હજાર સ્વયંસેવકોએ પોતાની સેવા આપી છે. શાહી સમુહલગ્નોત્સવમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *