યુએસ સુપ્રીમ કોર્ટે શનિવારે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. ભારત લાંબા સમયથી પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું. તહવ્વુર રાણા 2008ના મુંબઈ આતંકી હુમલાના કેસમાં વોન્ટેડ છે. નીચલી અદાલતોમાં કાનૂની લડાઈ હારી ગયા પછી, તહવ્વુર રાણાએ ભારતને પ્રત્યાર્પણ વિરુદ્ધ યુએસ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
-> તહવ્વુર રાણા પાસે આ છેલ્લી તક હતી :- તહવ્વુર રાણાએ છેલ્લીવાર નીચલી અદાલતો અને ઘણી ફેડરલ અદાલતોમાં કાનૂની લડાઈ હારી ગયા પછી સાન ફ્રાન્સિસ્કોમાં ઉત્તરીય સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સનો સંપર્ક કર્યો હતો. પ્રત્યાર્પણ ટાળવા માટે રાણાની આ છેલ્લી કાનૂની તક હતી.
-> આ ગંભીર આરોપો છે :- ઉલ્લેખનીય છે કે રાણા પર મુંબઇ હુમલાના માસ્ટરમાઈન્ડ ડેવિડ હેડલીને મદદ કરવાના ગંભીર આરોપો છે. તેણે આ હુમલાના માસ્ટરમાઈન્ડ ડેવિડ કોલમેન હેડલીને મુંબઈમાં ટાર્ગેટ મેળવવામાં મદદ કરી હતી. 2009માં તેની શિકાગોમાંથી ધરપકડ કરવામાં આવી હતી.તેના પર ISI અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનો પણ આરોપ છે. આ સિવાય તેને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિવ ગણાવ્યો છે.
-> 2008માં મુંબઈ પર આતંકવાદી હુમલો થયો હતો :- 26 નવેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈ પર આતંકવાદી હુમલો થયો હતો. આ આતંકવાદી હુમલામાં છ અમેરિકન સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં 10 પાકિસ્તાની આતંકવાદીઓએ 60 કલાકથી વધુ સમય સુધી મુંબઈના મહત્વના સ્થળોને નિશાન બનાવ્યા હતા.