ગુજરાતવાસીઓની ફેબ્રુઆરી બગડશે,અંબાલાલ પટેલે કરી નવી આગાહી

B INDIA અમદાવાદ : ગુજરાતમાં વધુ એક માવઠાની આગાહી છે. 30-31 જાન્યુઆરી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતે 27 તારીખ સુધી ઠંડી રહેવાની શકયતા વ્યક્ત કરી છે. સાથે જ 5 ફેબ્રુઆરી સુધી માવઠાની શક્યતા છે અને ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે તેવી ભવિષ્યાવાણી કરી છે.ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવારના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. 28 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે.

28 મી જાન્યુઆરીએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે. 30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવી શક્યતા છે.અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં,

બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્ર અને ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે.ખેડૂતોને સલાહ આપતા અંબાલાલ પટેલે કહ્યું કે, બદલાયેલા વાતાવરણને કારણે ઘઉંના પાકને બહુ અસર નહીં થાય. જોકે, જીરાના પાકને અસર થઈ શકે છે. ઘઉંના પાકના ખેડૂતોએ ફેબ્રુઆરી 5 તારીખની આસપાસ બદલાયેલા વાતાવરણની અસર થઈ શકે છે, એટલે સાવચેત રહેવું.

Related Posts

વૃદ્ધો માટે હોમ વોટિંગ સુવિધાને લઇને આમ આદમી પાર્ટીએ ભાજપ અને ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણી આડે બહુ દિવસો બાકી નથી. દરમિયાન, દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ હોમ વોટિંગ વિકલ્પ પ્રક્રિયાને લઇને ભાજપ સહિત ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે…

હાવડામાં ટ્રેન અકસ્માત, તિરુપતિ ટ્રેનને અન્ય ટ્રેનની ટક્કર, ત્રણ બોગી પાટા પરથી ઉતરી

હાવડાના સંતરાગાચી અને શાલીમાર સ્ટેશન વચ્ચે બે ટ્રેનો અથડાઈ. સંતરાગાચી-તિરુપતિ એક્સપ્રેસ સંત્રાગાચીથી શાલીમાર જઈ રહી હતી, એક એન્જિન બાજુની લાઇન પર બે બોગીને ખેંચી રહ્યું હતું. બંને ટ્રેનો સામસામે અથડાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button