બસના પાસ માટે વિદ્યાર્થીઓને હવે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, આવી રીતે કરો E- Passની અરજી

B INDIA અમદાવાદ : ગુજરાત એસ.ટી. વિભાગ દ્વારા ‘ઈ-પાસ સિસ્ટમ’ પ્રથમ વખત જ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન E-Pass કરાવીને ડિજિટલ ગુજરાત અભિયાનમાં સહભાગી થયા છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતી વિદ્યાર્થિનીઓને એસ.ટી. નિગમ દ્વારા આ પાસ વિનામૂલ્યે આપવામાં આવે છે.એસ.ટી. નિગમના ઇન્ચાર્જ મુખ્ય કામદાર અધિકારી વિષ્ણુ દવે જણાવ્યું છે કે, ઈ-પાસ સિસ્ટમની વિદ્યાર્થી જાતે જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે.

pass.gsrtc.in વેબસાઈટ પરથી પાસ માટે અરજી કરી શકશે. જે-તે શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓનલાઈન એપ્લિકેશન મંજૂર કરવામાં આવે છે. મંજૂર થયેલા ફોર્મ વિદ્યાર્થીએ નક્કી કરેલા એસ.ટી. વિભાગના કાઉન્ટર પર જતું રહે છે અને ત્યાં જઈને ફોર્મ નંબર આપી જરૂરી પાસના પૈસા ઓનલાઈન-કેશમાં ચૂકવી પાસ કલેક્ટ કરી શકે છે. જેનાથી વિદ્યાર્થીઓ માટે પાસ કાઢવાનું સરળ બની રહે છે. અરજી નંબરના આધારે વિદ્યાર્થી તેની અરજી અંગે લેટેસ્ટ સ્ટેટસ પણ ચેક કરી શકે છે.

મહત્વનું છે કે, શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓનો સમયની બચત થાય તેમજ વિદ્યાર્થીઓને એસ.ટી. બસના પાસ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભુ રહેવું ન પડે, સાથે જ હવે વારંવાર ધક્કા ખાવા ન પડે, ફોર્મમાં વિગતો ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે અને વિદ્યાર્થી કોઈપણ જાતની હેરાનગતિ, દોડધામ કે માનસિક ત્રાસ વગર સરળતાથી બસનો મુસાફરી પાસ કાઢી શકે તે માટે શિક્ષણ વિભાગ સાથે API મારફતે Pass System Integration કરી ઓનલાઈન ઈ-પાસ કાઢી આપવામાં આવે છે.

Related Posts

Dholka : ખેડૂતો મેદાને: ધોળકામાં પ્રદૂષિત પાણીના વિરોધમાં વિશાળ રેલી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું સમર્થન 2026

Dholkaમાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની મહારેલી: 5 ગામના ખેડૂતોનો વિરોધ, જિગ્નેશ મેવાણીનું સમર્થન; ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માગ અમદાવાદ જિલ્લાના Dholka તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. 24 સપ્ટેમ્બરે પાંચ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી નગરપાલિકાનું ગંદુ પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી વિસ્તારની ખેતીની જમીન અને ભૂગર્ભજળને અસર કરી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પ્રદૂષિત પાણીનો કાયમી નિકાલ, અસરગ્રસ્ત જમીનનું…

Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા

Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા Gandhinagar મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીને લઈને અંતિમ તબક્કાની ચર્ચાઓ ચાલી રહી છે.આ દરમિયાન ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં Gandhinagar મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે મંથન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અહેવાલો મુજબ ભાજપ આ વખતે સંપૂર્ણ ‘નો રિપીટ થીયરી’ અપનાવવાને બદલે મોટા ભાગના વોર્ડમાં નવા ચહેરાઓને તક આપવાની દિશામાં આગળ વધી શકે છે. -> 44 બેઠકો માટે 700થી વધુ દાવેદારો :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *