B INDIA ખેડા : ખેડાનાં નડિયાદમાં વધુ એકવાર લવજેહાદનો મામલો ગરમાયો છે. એક મુસ્લિમ બુટલેગર દ્વારા હિન્દૂ મહિલાનો શોષણ કર્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. બુટલેગર રઈશ મહીડા મહિલાનું શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે. નડિયાદના કુખ્યાત બુટલેગર રઈશ મહીડાએ હિન્દુ મહિલાનું ધાક ધમકીથી શોષણ કરતો હતો.
પોલીસ ફરિયાદમાં પેરાલિસીસથી પીડિત નાગરિકના પત્નીનુ શારીરિક અને આર્થિક શોષણનો ચોકાવાનારો ઘટસ્ફોટ થયો છે. આ વિર્ધર્મી શખસે ફરસાણની દુકાન ધરાવતા પરિવારની દુકાન ચલાવતી મહિલાને ફસાવી હતી. મહિલાના પતિ સાથે મુલાકાત કરી વિધર્મી રઈશ મહીડા ઘર સુધી પહોંચી ગયો હતો. તાજેતરમાં જ SMCના દરોડામાં મહીડાનો લાખોનો દારૂ ઝડપાયો હતો.
મહત્વનું છે કે, આરોપી રઈશ મહીડા ઉપર પાંચ પ્રોહી ગુના દાખલ છે. નડીયાદ પશ્ચિમ પોલીસમાં ભારે દબદબો ધરાવતો બુટલેગરનો વિસ્તારમાં ભારે ખોફ પણ છે. અનેક પ્રયત્નોના અંતે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળથી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.