ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલનું કહેવું છે કે, તેણે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. અક્ષરને ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અક્ષરે પણ ટીમમાં થયેલા ફેરફારો અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ મેચ બુધવારે કોલકાતામાં રમાવાની છે.વાઇસ-કેપ્ટન સાથે જોડાયેલા સવાલ પર અક્ષરે તીખી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે સૂર્યકુમાર યાદવ અને પસંદગીકારો એવું ઇચ્છતા હોવાથી તે વાઇસ-કેપ્ટન બન્યો છે. આ ઓલરાઉન્ડરે કહ્યું કે, તેનું ધ્યાન પ્લેઈંગ-11નો ભાગ બનવા પર છે. અક્ષર શુબમન ગિલની ગેરહાજરીમાં વાઇસ-કેપ્ટનનું પદ સંભાળી રહ્યો છે.
જેને 2024 T20 વર્લ્ડ કપ પછી આ જવાબદારી સોંપવામાં આવી હતી. અક્ષર વાઈસ-કેપ્ટન બનવું એટલા માટે સમાચારોમાં હતો કારણ કે હાર્દિક પંડ્યાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, જેને ભારતીય T20 ટીમની કેપ્ટનશિપ માટે દાવેદાર માનવામાં આવતો હતો.અક્ષરે કહ્યું, હા, પરિવર્તનનો સમયગાળો નજીક છે અને તે પસંદગીકાર અને કેપ્ટનનો નિર્ણય છે. મને નથી લાગતું કે મારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર છે. મારો અભિગમ મને સોંપાયેલ ભૂમિકાને નિભાવવા અને મારી જાતને સતત સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. જો હું સારું પ્રદર્શન કરીશ. તો ટીમમાં મારું સ્થાન આપોઆપ નિશ્ચિત થઈ જશે.
-> અક્ષર ત્રણેય ફોર્મેટમાં રમવાનું લક્ષ્ય રાખે છે :- અક્ષરે કહ્યું કે, તેનો ઉદ્દેશ્ય પોતાને માત્ર ટી20 ફોર્મેટ સુધી સીમિત કરવાનો નથી. અક્ષરે કહ્યું કે, તેનું કામ સતત સારું પ્રદર્શન કરવાનું છે અને જ્યારે પણ તેને તક મળે ત્યારે વધુ સારું પ્રદર્શન કરવાનું છે, પછી તે T20 હોય, ટેસ્ટ હોય કે ODI ફોર્મેટ હોય. તેણે કહ્યું, હું મારી જાતને એટલું જ કહું છું કે મારે ત્રણેય ફોર્મેટમાં રમવાનું છે, પછી તે T20 હોય, ટેસ્ટ હોય કે વનડે. મારું ધ્યાન તક મળે ત્યારે સારું પ્રદર્શન કરવા પર છે, મારે શું સાબિત કરવું છે તેના પર નહીં.