B INDIA અમદાવાદ : ખ્યાતિકાંડનાં આરોપી કાર્તિક પટેલે નાટકો શરૂ કરી દીધા છે. જેમાં કાર્તિક પટેલે રાહુલ અને ચિરાગ ઉપર દોષનો ટોપલો ઢોળ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં કાર્તિક પટેલ એક જ રટણ કરી રહ્યો છે કે,આ કેસમાં રાહુલ અને ચિરાગ માસ્ટર માઈન્ડ છે મને આ બાબતે કઈ ખબર નથી તેમ કહી તે પોલીસને તપાસમાં સહયોગ આપતો નથી.
-> માથામાં દુ:ખાવો થાય છે: કાર્તિક પટેલ :- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસ કાર્તિક પટેલ સહયોગ નહી આપતો હોવાની વાત સામે આવી છે જેમાં કાર્તિક પટેલનું કહેવું છે કે,મોતકાંડ વિશે કાર્તિક પટેલને ખબર નથી તેમજ હોસ્પિટલ ખોટમાં બતાવવા પૂરતો સામેલ હોવાનો જવાબ આપી રહ્યો છે,માથામાં દુ:ખાવો થાય છે કહી નથી આપી રહ્યો સહયોગ, તો કાર્તિક પટેલને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે, પોલીસ હોસ્પિટલ અને ઓફિસમાં કાર્તિકને સાથે રાખીને તપાસ કરશે.ફ્રી કેમ્પથી લઈ PMJAYથી મોટી સર્જરી કરી હોવાનો કાર્તિક પટેલે સ્વીકાર કર્યો છે.
વધુમાં કાર્તિક પટેલનું કહેવું છે કે,રોકેલા પૈસા જલ્દી છૂટા કરવા પ્લાન અમલનો આદેશ કર્યો છે તેમજ 40 કરોડના રોકાણ સામે જોઈએ એટલી આવક ન થતી ત્યારે કાર્તિકે ચિરાગ અને રાહુલને પૂછ્યું કેમ આવક વધતી નથી તો કહ્યું કે,ગામડામાં ફ્રી કેમ્પ યોજીને પૈસા પડાવીશું તેને લઈ પ્લાન ઘડયો છે.30 ટકા બ્લોકેજ હોય તેને 70 થી 80 ટકા બ્લોકેજ બતાવતા અને ઓપરેશન કરી નાખતા હતા.
સરકાર એક એન્જિયોપ્લાસ્ટીના રૂપિયા 1.25 લાખ આપે છે જેથી PMJAYના અધિકારી સાથે એપ્રુવ્લ માટે સેટિંગ કર્યું અને દરેક કેમ્પમાં 20થી વધુને ખોટા રિપોર્ટનો પ્લાન ઘડ્યો હતો. કાર્તિક અને ચિરાગે શૈલેષ આનંદ સાથે મિટીંગ કરી હતી અને ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછમાં કહ્યું તારી સામે 4 ફરિયાદ છે તો કાર્તિકે કહ્યું,મારી સામે 4 નહીં પરંતુ 7 ફરિયાદો નોંધાયેલી છે.