Champions Trophy: આખરે સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ થઈ ફાઇનલ

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ ફાઇનલ થઈ ગઈ છે. ટીમમાં કોણ હશે અને કોણ નહીં તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમમાં સિનિયર ખેલાડીઓમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનું નેતૃત્વ લગભગ રોહિત શર્માના હાથમાં જ હશે તેમ માનવામાં આવી રહ્યું હતું અને તેવું જ થયું છે.

આ સિવાય મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહના નામ અંગે જે સસ્પેન્સ હતું તેના પરથી પણ આજે પડદો ઉઠી ગયો છે. ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલને સ્થાન મળ્યું છે. વનડે વર્લ્ડ કપ બાદ ટીમમાં મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે જોકે, તે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં પણ રમતો જોવા મળશે. જોકે, સંજુ સેમનસને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેને વિકેટકીપર તરીકે તક આપવાની વાત પંતના ફ્લોપ શોના કારણે સામે આવી રહી હતી, પરંતુ ટીમમાં પંત જ વિકેટકીપરની જવાબદારી સંભાળશે.

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થઈ રહ્યું છે, પરંતુ ભારત પોતાની મેચો દુબઈમાં રમશે. પાકિસ્તાને પણ પોતાની મેચ દેશની બહાર રમવી પડશે. ભારતે ચેમ્પિન્સ ટ્રોફીની પહેલી મેચ બાંગ્લાદેશ સામે 20મી ફેબ્રુઆરીએ રમવાની છે. આ પછા ભારત 23મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને 2જી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમવાની છે.

Related Posts

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Cricket : મેદાન પર પલાંઠી વાળી કર્યો ‘ૐ નમઃ શિવાય’નો જાપ: તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું ‘યોગિક’ સેલિબ્રેશન વાયરલ; 30 Vibrant Pose

Cricket : મેદાન પર પલાંઠી વાળી કર્યો ‘ૐ નમઃ શિવાય’નો જાપ: તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું ‘યોગિક’ સેલિબ્રેશન વાયરલ; 30 બોલમાં સદી ફટકારી રોહિતનો રેકોર્ડ તોડ્યો  નવી દિલ્હી: ભારતીય Cricket ટીમના યુવા ઓપનર અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં બેટિંગનો એવો ધમાકો કર્યો કે ક્રિકેટ જગતમાં ફરી એકવાર તેમનું નામ ચર્ચામાં આવી ગયું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અભિષેકે માત્ર 30 બોલમાં સદી ફટકારીને ભારતીય બેટ્સમેન તરીકે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો. પરંતુ અભિષેકની ચર્ચા માત્ર તેની તોફાની બેટિંગ પૂરતી મર્યાદિત રહી નહોતી. સદી પૂરી કર્યા બાદ તેમણે મેદાન પર જ પલાંઠી વાળીને ધ્યાનની મુદ્રામાં બેસી ‘ૐ નમઃ શિવાય’નો જાપ કર્યો હતો. અભિષેકનું આ અનોખું સેલિબ્રેશન કેમેરામાં કેદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *