મોઢેરાનાં સૂર્યમંદિર ખાતે ઉજવાશે ઉત્તરાર્ધ ઉત્સવ 2025, આ તારીખ નોંધી લો….

વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ- ૨૦૨૫નું આયોજન કરવામાં આવશે. તા.૧૮ અને ૧૯ જાન્યુઆરી રોજ આ મહોત્વ ઉજવવામાં આવશે. પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્વિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં ભરત નાટયમ, ઓડીસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક, કથકલી, મણિપુરી, કથક અને સતરીયા જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ આ મહોત્સવમાં પ્રસ્તુત કરવામાં આવશે.

-> સૂર્યમંદિરના પરિસરમાં ઉજવાય છે ઉત્સવ :- ઉત્તરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે જ્યારે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસ લાંબો-મોટો થવાની શરૂઆત થતી હોય તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા રહેલી છે. મોઢેરાનું સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિણામે સૂર્યમંદિરના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે.

-> વહીવટીતંત્રના ઉપક્રમે આ મહોત્સવનું આયોજન :- ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ- ૧૯૯૨થી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.ઉત્તરાર્ધ મહોત્સવના દ્વિ- દિવસીય કાર્યક્રમમાં દેશભરના જુદા જુદા કલાક્ષેત્રના કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

Related Posts

નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની JDUએ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. મણિપુરમાં સીએમ એન. બિરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. JDU એ મણિપુર…

મહારાષ્ટ્રમાં આગની અફવાથી પુષ્પક એક્સપ્રેસમાંથી મુસાફરો કૂદી પડ્યા, કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાયા, 8ના મોત

B INDIA મહારાષ્ટ્ર:પાચોરાના પરધાડે સ્ટેશન પાસે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતા અફડાતફડી મચી ગઈ હતી. મુસાફરોએ સાંકળ ખેંચી અને ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કર્યું. આ પછી, મુસાફરો બીજા ટ્રેક પર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button