ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડીની જેમ ફાર્મર આઈ.ડી મળશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ત્યારે ઘર બેઠા નોંધણી કરાવવામાં આવશે. જેનાં અંતર્ગત બોટાદ જિલ્લામાં બાકી રહેતા તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર તથા કોમન સર્વિસ સેન્ટરનો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અથવા ઓનલાઈન સેલ્ફ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
-> ઘરે બેઠા કરી શકાશે નોંધણી :- ખેડૂત મિત્રો ‘Farmer Registry Gujarat’ મોબાઈલ એપ્લીકેશન ttps://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry મારફત ઘરે બેઠા જાતે પણ નોંધણી કરી શકે છે.
-> આ રજિસ્ટ્રેશન પ્રકિયા નિઃશુલ્ક રહેશે :- ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ મારફત તમામ વિવિધ યોજનાકીય લાભો અને ધિરાણ સબંધી લાભ અને માર્કેટ સંબંધિત જાણકારી સરળ બનશે. ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે પોતાનું આધાર કાર્ડ સાથે લીંક હોય તે મોબાઈલ નંબર, ૮-અ નકલ,૭-૧૨ નકલની વિગત સાથે ગ્રામ પંચાયત કે ઇ-ગ્રામ સેન્ટર કે કોમન સર્વિસ સેન્ટર ખાતે હાજર રહી કરાવવું. આ રજિસ્ટ્રેશન પ્રકિયા નિઃશુલ્ક છે.
રજિસ્ટ્રેશન માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર કે તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવો. સીટી વિસ્તાર માટે સીટી તલાટીનો સંપર્ક કરીને ડેટા એન્ટ્રી ઓપરેટર મારફત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.આથી, બોટાદ જિલ્લાનાં પી.એમ. કિસાન યોજના અંતર્ગત લાભ મેળવતા ખેડૂતમિત્રો તથા અન્ય તમામ ખેડૂતોની એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ફરજિયાતપણે નોંધણી થાય તે માટે બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.