B india અમદાવાદ :- અમદાવાદ ફ્લાવર શોમાં રેકોર્ડ બ્રેક લોકોએ મુલાકાત લીધી છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાયેલો ફ્લાવર શો ત્રણ જાન્યુઆરીથી આજ દિન સુધી 8 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. જેનાથી એએમસીની તિજોરીમાં 6 કરોડ જેટલી રકમ આવી છે.
આપને જણાવીએ કે, અત્યાર સુધી સૌથી વધુ મુલાકાતીઓનો ઘસારો મંગળવારે જોવા મળ્યો હતો. જેના કારણે ઉત્તરાયણ પર્વ નિમિત્તે AMCની તિજોરી છલકાઈ છે. કુલ 1,01,889 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લેતાં AMCના તિજોરીમાં એક જ દિવસમાં 86 લાખ રૂપિયા આવ્યા છે.
સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાયેલા ફ્લાવર શોમાં ઉત્તરાયણના દિવસે મુલાકાતીઓની સંખ્યાએ અલગ રેકોર્ડ સર્જ્યો હતો. 14મી જાન્યુઆરીની રજાનો લાભ લઇ 1.32 લાખ જેટલા મુલાકાતીઓ ઉમટી પડતાં રિવરફ્રન્ટના રોડ અને ફ્લાવર શોમાં જાણે કિડિયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
‘‘ઉત્તરાયણનો તહેવાર અલગ રીતે ઉજવવા માંગતા નાગરિકો ફ્લાવર શો નિહાળવા ઉમટી પડ્યા હતા. 14મી જાન્યુઆરીના રોજ સવારથી જ માનવ મહેરામણ ઉમટવાનું શરૂ થયું હતું. આ દિવસે સાંજ સુધીમાં તો ભારે ભીડ જામી હતી. રાત્રે છેલ્લા આંકડા મેળવતા 1.32 લાખ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હોવાનું જણાયું હતું. જેમાં એક જ દિવસમાં 86 લાખની આવક થઈ હતી. જેમાં 48 લાખ રોકડ, 12 લાખ યુપીઆઇથી અને 26 લાખ ઓનલાઇનથી આવક થઈ હતી.’’