સુરતમાં રમતા-રમતા બાળક ખુલ્લી ટાંકીમાં ખાબકતા મોત, પરિવારજનોએ ઉધના રેલવે તંત્ર પર લગાવ્યો આરોપ

B india સુરત : સુરતમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉધના રેલવે સ્ટેશનની બાંધકામ સાઈટ પર પાણીની ટાંકીમાં પડી જવાથી માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. બાળકને સારવાર મળે તે પહેલા તબીબે મૃતક જાહેર કર્યો છે. મળતી માહિતી અનુસાર, અંડરગ્રાઉન્ડ ટાંકી ખુલ્લી હોવાથી બાળકનું પડી જવાથી મોત નિપજ્યું. રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના સિક્યુરિટી ગાર્ડ કે સુરક્ષા દીવાલ નહિ હોવાથી બાળક ત્યાં પહોંચ્યો હતો. રેલવે તંત્રની બેદરકારીના કારણે બાળકનું મોત નિપજ્યું હોવાના પરિવારના આરોપ છે. ઉધના રેલવે પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

-> પરિવારનો ઉધના રેલવે તંત્ર સામે આરોપ :- પરિવારનાં આક્ષેપ અનુસાર, ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી પાસે બાળક રમી રહ્યું હતું. ત્યારે રમતા રમતા બાળક પાણીની ટાંકીમાં પડી જતાં આસપાસનાં લોકો દોડીને આવ્યા હતા અને બાળકને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, સ્વચ્છતા અભિયાન અને પ્રાકૃતિક ખેતી અંગે મહત્વના નિર્ણયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે રાજ્ય કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્વચ્છતા અભિયાનને રાજ્યવ્યાપી જનઆંદોલનનું સ્વરૂપ આપવા, શાળા પ્રવેશોત્સવની સમીક્ષા કરવા તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં…

અમદાવાદના નવા પોલીસ કમિશનર બન્યા અનુપમસિંહ ગેહલોત, રાજ્ય સરકારે કરી સત્તાવાર નિમણૂક

રાજ્ય સરકારે અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે 1997 બેચના આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરી છે. અત્યાર સુધી તેઓ સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. રાજ્ય સરકાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *