અમરેલીમાં લેટરકાંડ મામલે મોટા સમાચાર, ત્રણ પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ

B india અમરેલી :- અમરેલી જિલ્લા પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી છે. એલસીબીમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં નિષ્કાળજી બદલ એસપીએ આ કાર્યવાહી કરી છે. કિશન આસોદરિયા, વરજાંગ મુળાસિયા અને મહિલા પોલીસકર્મી હીના મેવાડા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પાયલ ગોટી મામલે જે આખી એસઆઈટી ટીમની પણ રચના કરવામાં આવી હતી. જેમાં સિનિયર અધિકારીઓનો તેમાં સમાવેશ થયો હતો. બે મહિલા અધિકારીનો પણ સમાવેશ થયો હતો. જે પ્રકારે પાયલ ગોટીને માર મારવાના કેટલાક આક્ષેપો થયા હતા, સાથે સાથે તેનુ સરઘસ કાઢવામાં આવ્યાનો પણ એક આક્ષેપ હતો, તે મામલે પોલીસકર્મચારીઓની ફરજ દરમિયાન બેદરકારી હોવાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ત્રણેય પોલીસ કર્મી લોકલ ક્રાઈમ બ્રાન્ચના ફરજ બજાવતા હતા.

-> લેટરકાંડ મામલે કોંગ્રેસનાં ધરણાં :- છેલ્લા 15 દિવસથી રાજ્યમાં પાટીદાર દીકરીના મુદ્દાની ખુબ જ ગૂંજ સંભળાઇ રહી છે.અમરેલી જિલ્લાનું રાજકારણ હાલ આ મુદ્દે સૌથી વધુ ગરમ છે. કોંગ્રેસનાં નેતાઓ દ્વારા આ મામલે ધરણાં પણ યોજવામાં આવ્યા હતા. અને ન્યાયની માગણી કરવામાં આવી હતી.

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *