વડોદરામાં Zomato ડિલીવરી બોયે કરી છેડતી! મહિલાનો હાથ પકડી કહ્યું, તું મને બહુ જ ગમે

B india વડોદરા :-  વડોદરાનાં ન્યૂ અલકાપુરીમાં ઓનલાઈન ફ્રુડ મંગાવતી મહિલાને કડવો અનુભવ થયો છે. ડિલિવરી બોય મહંમદ અકમલ સિરાજવાલાએ ઓનલાઈન ફુડ મંગાવનાર મહિલાની છેડતી કરી હતી. ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડી લીધો હતો. તેણે મહિલાનો હાથ પકડી કહ્યું કે, ‘તું મને બહુ ગમે છે.’ મહિલાએ પરિવારને વાત કરી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે ફુડ ડિલિવરી બોય મહંમદ અકમલની પોલીસે ધરપકડ કરી હતી.

વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલાએ ઝોમેટોમાંથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું. બપોરના સમયે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જેના બાદ 19 વર્ષીય યુવક મહિલાના ઘરે પહોંચ્યો હતો. મહિલાએ ફૂડ પેકેટ લેવા દરવાજો ખોલતા જ ફુડ ડિલીવરી બોયે મહિલાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો તો યુવકે તેને કહ્યું કે, તુ મને બહુ જ પસંદ છે. આ ઘટનાથી હેબતાઈ ગયેલી મહિલાએ અચાનક ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો.

આ ઘટના અંગે મહિલાએ પતિને જાણ કરી હતી. ત્યાર બાદ મહિલા દ્વારા ઝોમાટોમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેમજ મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં પણ ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસે વાડી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય ડિલીવરી બોય મહોમંદ અકમલ મારુક અમલ સિરાજવાલાની ધરપકડ કરી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી.

Related Posts

વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડાં નહીં ચાલે! જામનગર મનપાની ટ્યુશન ક્લાસ પર મોટી કાર્યવાહી

જામનગરમાં તંત્રની લાલ આંખ: ફાયર NOC વગર ધમધમતા ૩ ટ્યુશન ક્લાસ સીલ, સંચાલકોમાં ફફડાટ! જામનગર: તાજેતરના વર્ષોમાં દેશભરમાં કોચિંગ સેન્ટરોમાં બનેલી દુર્ઘટનાઓને પગલે જામનગર મહાનગરપાલિકા (JMC) ના ફાયર વિભાગ દ્વારા…

ભાવનગરના ધરતીપુત્રો માટે ખુશખબર! સમયસરના વરસાદથી ખેતીકામમાં આવ્યો વેગ, જાણો ખેડૂતો શું કહે છે?

ભાવનગર ગ્રામ્યમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી ખેતરોમાં હરિયાળી, ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ખુશી! ભાવનગર: છેલ્લા ઘણા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *