લોકોએ HMPV વાયરસથી ગભરાવાની જરૂર નથી, તેના કેસો મોટે ભાગે હળવા હોય છેઃ સૌમ્યા સ્વામીનાથન

કોવિડ રોગચાળાનો ડર આપણા મનમાં એટલો ઊંડો ઉતરી ગયો છે કે મીડિયામાં જો કોઈ ચેપી રોગનો ભારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવે અથવા તેનું જોડાણ ચીન સાથે જોડાયેલું હોય તો લોકો ગભરાવા લાગે છે. આ સ્વાભાવિક પણ છે, કારણ કે કોવિડ રોગચાળા દરમિયાન, પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ અને આરોગ્ય સુવિધાઓની ઝંખના તરત જ મનમાં આવે છે. આવો જ સીન ફરીથી જોવા મળે એવું કોઈ ઈચ્છતું નથી. આ ચર્ચા એટલા માટે ઉભી થઇ છે કારણ કે આ દિવસોમાં HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસ નામની બીમારીની ખૂબ ચર્ચા થઈ રહી છે અને તેને ચીન સાથે પણ જોડવામાં આવી રહી છે. કેટલાકો લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે કોરોના જેવી સ્થિતિ ફરી ઉભી થઇ શકે છે..

જો કે મોટા મોટા આરોગ્ય નિષ્ણાંતો એ વાત કહી રહ્યા છે કે આ કોઇ નવો વાયરસ નથી, તે અગાઉ પણ જોવા મળી ચૂક્યો છે, અને આનાથી ગભરાવવાની સહેજપણ જરૂર નથી. હવે WHOના પૂર્વ વૈજ્ઞાનિકે પણ આ વાત કહી છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને X પરની તેમની પોસ્ટમાં કહ્યું, “લોકોએ HMPV વાયરસથી ગભરાવાની જરૂર નથી. “આ એક જૂનો વાયરસ છે જે શ્વસન ચેપનું કારણ બને છે અને તેના કેસો મોટે ભાગે હળવા હોય છે.

” આ સિવાય તેમણે લોકોને શરદીના લક્ષણો માટે સામાન્ય સાવચેતી રાખવાની પણ સલાહ આપી હતી.તેમણે વધુમાં કહ્યું, “દરેક રોગાણુને શોધવાનો પ્રયાસ કરવાને બદલે, જ્યારે આપણને શરદી થાય ત્યારે આપણે બધાએ સામાન્ય સાવચેતી રાખવી જોઈએ. આ માટે, ચોક્કસપણે માસ્ક પહેરો. “ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો, વારંવાર હાથ ધોવા અને ગંભીર લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો.”મહત્વનું છે કે ભારતમાં અત્યાર સુધી આ વાયરસના કુલ 9 જેટલા કેસ સામે આવ્યા છે.

Related Posts

Aaj Nu Rashifal 17 September 2026 : આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? ૧૨ રાશિઓનું સંપૂર્ણ રાશિફળ.. Emotional Resilience & Clarity..

આજનું Rashifal — 17 સપ્ટેમ્બર 2026 Rashifal મેષથી મીન સુધી જાણો આજનો દિવસ, નોકરી-ધંધો, પૈસા, પ્રેમ, પરિવાર, શુભ રંગ અને શુભ અંક ♈ મેષ રાશિ Rashifal આજે કામકાજમાં વ્યસ્તતા રહેશે. અટકેલા કામને ફરી ગતિ મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓએ આજે ઉતાવળમાં મોટો નિર્ણય ન લેવો. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. પૈસાની બાબતમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.💼 કરિયર: જવાબદારી વધશે.💰 નાણાં: ખર્ચનું આયોજન કરો.❤️ પ્રેમ: ગેરસમજ વાતચીતથી દૂર થશે.🎨 શુભ રંગ: લાલ🔢 શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે દિવસ આર્થિક રીતે મહત્વનો બની શકે છે. જૂના કામમાંથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસમાં તમારી મહેનતની નોંધ લેવાઈ શકે છે. વેપારમાં નવા સંપર્કો ફાયદાકારક બની…

Aaj Nu Rashifal 10 September 2026: Balanced Perspective 12 રાશિઓનું સંપૂર્ણ રાશિફળ Auspicious Timing

આજનું Rashifal — 10 સપ્ટેમ્બર 2026, ગુરુવાર Rashifal જ્યોતિષીય માન્યતાઓ મુજબ 10 સપ્ટેમ્બરનો દિવસ કેટલીક રાશિઓ માટે કારકિર્દી, આર્થિક લાભ અને સંબંધોની દૃષ્ટિએ અનુકૂળ રહી શકે છે. ચંદ્રની સ્થિતિ સાથે બુધ, શુક્ર અને ગુરુનો પ્રભાવ પણ મહત્વનો માનવામાં આવે છે. ♈ મેષ કારકિર્દી: Rashifal કામકાજમાં સફળતા અને નવી જવાબદારી મળી શકે.ધન: આર્થિક સ્થિતિ સુધરવાની શક્યતા.પ્રેમ: પરિવાર અને જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.સલાહ: ઉતાવળમાં નિર્ણય ન લો. ♉ વૃષભ કારકિર્દી: કામમાં સહકર્મીઓનો સહયોગ મળશે.ધન: ઘર-પરિવાર સંબંધિત ખર્ચ થઈ શકે છે, બજેટ જાળવો.પ્રેમ: સંબંધોમાં વિશ્વાસ વધશે.સલાહ: ઘરેલું બાબતોમાં અતિશય કડક વલણ ટાળો. ♊ મિથુન કારકિર્દી: Rashifal તમારી વાતચીતની કુશળતા તમને ફાયદો કરાવશે.ધન: આવકના નવા રસ્તા અંગે વિચાર કરી શકો છો.પ્રેમ: વાતચીતથી ગેરસમજ દૂર થશે.સલાહ: બોલતી વખતે શબ્દોની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *