B INDIA બાવળા :- આર્યન ભગતે બગોદરા નાં મંગલ મંદિર માનવ સેવા ખાતે મુલાકાત લીધી, બાવળા તાલુકાનાં બગોદરા માં આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થા ની આર્યન ભગતે મુલાકાત લીધી હતી. મંગલ મંદીર માનવ સેવા પરિવાર દ્વારા રસ્તે રજરતા દુઃખી નિરાધાર બિનવારસી અને અસ્થિર મગજના લોકો ની સેવા સાથે સારવાર કરવામા આવે છે. આર્યન ભગતે આ તમામ પ્રક્રિયા જોઇ હતી એક હજાર ત્રણસો ભાઈઓ અને બહેનો હાલ આ સંસ્થમાં સારવાર લઈ રહ્યા છે. સાથે સંસ્થા નાં નવા બિલ્ડિંગ નું કામ કાજ ચાલુ છે તેની પણ મુલાકાત લીધી હતી. ત્યારે તમામ પ્રભુજી ( અસ્થિર મગજના) જલ્દી સાજા થઈ જાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા.
આર્યન ભગત લાખો લોકોની જનમેદની સાથે સત્સંગ કરે છે અને પોતાની આગવી શૈલીમાં લોકોને ભગવાનની ભક્તિની વાતો કરે છે.
- આર્યન ભગત પોતાની આગવી ભક્તિથી ચર્ચાનું કેન્દ્ર બન્યો
- આર્યન ભગત પર હરિપ્રકાશ સ્વામીના જ આશીર્વાદ છે
- આર્યન બૂટ-ચપ્પલ પહેરવાને બદલે ચાખડી જ પહેરે છે
–>બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં પીડિત લોકોને, રજળતા, દુખી નિરાઘાર લોકોને આઘાર આપે છે :-