ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરતા પહેલા જ પોતાની કાર્યવાહીનું આયોજન શરૂ કરી દીધું છે. તેમના એજન્ડા પર એક મુખ્ય કાર્ય કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાનું છે. આ અંગે તેમણે ઘણી વખત ઉલ્લેખ કર્યો છે. હવે તેમણે નકશો જાહેર કર્યો છે, જેના પર કેનેડાના નેતાઓ અને જનતાએ તીખી પ્રતિક્રિયા આપી છે.ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર બે નકશા શેર કર્યા છે, જેમાં તેમણે કેનેડાને અમેરિકાનો ભાગ દર્શાવ્યો છે. આ નકશાઓ વડે તેમણે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે કે તે કેનેડાને અમેરિકામાં સામેલ કરવા માંગે છે. જો કે ટ્રમ્પના આ પગલાથી કેનેડાના નેતાઓ નારાજ છે.
-> જસ્ટિન ટ્રુડોની પ્રતિક્રિયા :- કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્રમ્પના પ્રસ્તાવને સીધો ફગાવી દીધો છે. ટ્રુડોએ સ્પષ્ટ કહ્યું કે કેનેડા અમેરિકાનો હિસ્સો બને તેવી કોઈ શક્યતા નથી. તેમનું કહેવું છે કે કેનેડા એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છે અને તે આવા કોઈ પ્રસ્તાવને સ્વીકારશે નહીં.
-> કેનેડિયન નેતાઓની પ્રતિક્રિયા :- કેનેડાના વિદેશ મંત્રી મેલાનિયા જોલીએ પણ ટ્રમ્પના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કર્યું કે ટ્રમ્પની ટિપ્પણીઓ દર્શાવે છે કે તેઓ કેનેડાની તાકાત અને સ્વતંત્રતાને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. જોલીએ એમ પણ કહ્યું કે કેનેડા ક્યારેય ધમકીઓ સામે ઝૂકશે નહીં.
-> વિપક્ષી નેતા પિયર પોલીવેરનું નિવેદન :- કેનેડાના વિપક્ષી નેતા પિયરે પોલીવરે પણ ટ્રમ્પના પ્રસ્તાવની નિંદા કરી છે. તેમણે કહ્યું કે કેનેડા એક મહાન અને સ્વતંત્ર દેશ છે અને અમેરિકાનો શ્રેષ્ઠ મિત્ર છે, પરંતુ આ તેની સાર્વભૌમત્વની વિરુદ્ધ છે. ટ્રમ્પે જે વિવાદ ઉભો કર્યો છે તે કેનેડા અને અમેરિકાના સંબંધોને જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની છબીને પણ અસર કરી શકે છે. કેનેડા તેની સાર્વભૌમત્વ સાથે સમાધાન નહીં કરે.
-> ટ્રમ્પે કેનેડાને ચેતવણી આપી :- ટ્રુડોના રાજીનામા બાદ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, “જો કેનેડા અમેરિકાનો હિસ્સો બનશે તો ત્યાં કોઈ ટેક્સ નહીં લાગે.” કરમાં ઘણો ઘટાડો થશે અને તેઓ રશિયન અને ચીનના જહાજોના સતત ઘેરાબંધી કરતા જોખમોથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. સાથે મળીને આ કેવો મહાન દેશ બનશે.” કેનેડાએ ટ્રમ્પના પ્રસ્તાવ પર કોઈ ધ્યાન આપ્યું નથી. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો કેનેડા તેની યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની દક્ષિણ સરહદે ડ્રગની હેરાફેરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશન બંધ નહીં કરે તો કેનેડિયન આયાત પર 25 ટકા ટેક્સ લાદવામાં આવશે.