B INDIA HMPV UPDATE : ચીની વાયરસ એચએમપીવીનો પહેલો કેસ ભારતમાં નોંધાયો છે. બેંગાલૂરૂમાં એક આઠ મહીનાનું બાળક સંક્રમીત થયું છે.વાયરસની જાણ થતા હોસ્પિટલનાં સ્ટાફે બાળકની સારસંભાળ તાત્કાલિક આરંભી દીધી છે.વાયરસની પુષ્ટિ થતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે..એચએમપીવી વાયરસ 2023માં, નેધરલેન્ડ, બ્રિટન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને ચીનમાં જોવા મળ્યો હતો. 2025માં હવે ભારતમાં એન્ટ્રી થઇ છે. હ્યુમન મેટાપ્યુમોવાઇરસ (HMPV) એ એક એવો વાઇરસ છે જેનાં લક્ષણો સામાન્ય શરદીનાં લક્ષણો જેવાં જ હોય છે.
–> ગુજરાતમાં પણ HMPV વાયરસનો નોંધાયો પ્રથમ કેસ:-
HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો. માહિતી મુજબ 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગુજરાતમાં ખતરનાક વાયરસે એન્ટ્રી લીધી. જેથી રાજ્ય સરકાર આજે આ વાયરસને લઈને ગાઈડલાઈન જાહેર કરી. શિયાળાની ઋતુમાં શ્વસન વાયરસ જેવો વાયરસ જણાવ્યો ગાઈડલાઈનમાં આ વાયરસ વૃદ્ધો અને બાળકોમાં ઝડપી ફેલાય તેવુ જણાવ્યુ, વાયરસગ્રસ્ત લોકોમાં સામાન્ય શરદી અને ફલુના લક્ષણો જોવા મળે છે.ગુજરાતમાં શ્વસનને લગતાં ચેપી રોગોમાં કોઈ વધારો જણાયો નથી : આરોગ્ય વિભાગ
–> શું કરવું જોઈએ?
- જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોટું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
- ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત લોકોથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
- તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.
- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું
- બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
–> શું ના કરવું જોઈએ?
- આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ.
- ચેપગ્રસ્ત વ્યક્તિએ ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
- જાતે દવા લેવાનું ટાળવું. લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
- ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું.
–> વાયરસના લક્ષણો શું છે?
વાયરસને હ્યુમન મેટાપ્યુમોવાયરસ અથવા HMPV વાયરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ-શરદી, નાક વહેવું અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
–>આ ભયંકર વાયરસ ક્યારેય જીવલેણ પણ બની શકે તેમ છે. તો તેનાથી સાવઘાની રાખવી જરુરી :–
ખાંસી કે છીંક દ્વારા પણ ફેલાઈ શકે છે. તે શ્વાસથી પણ ફેલાતો હોય ભીડવાળી જગ્યાએથી દૂર રહેવું. ઘરની બહાર નીકળતાં માસ્ક પહેરવો કારણ કે તે ખાંસી અને છીંક કે શ્વાસ દ્વારા પણ ફેલાય છે. સંક્રમિત વ્યક્તિ સામે હાથ પણ ન મેળવવા ઘરમાં આવી સાબુથી સારી રીતે હાથ ધોવા. ડૉક્ટરની સલાહ વિના કોઈ દવા ન લેવી. ભીડવાળી જગ્યાએ ન જવું કારણ કે તે રોગ શ્વાસથી ફેલાય છે.
–>આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન:–
- HMPV વાયરસને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
- હોસ્પિટલમાં જ આ વાયરસનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરીશું: ઋષિકેશ પટેલ
- આ વાયરસ વર્ષ 2001થી છે, જૂનો વાયરસ છે:ઋષિકેશ પટેલ
- ચીનમાં વાયરસનો ફેલાવો વધારે છે : ઋષિકેશ પટેલ
- કોવિડ કરતા માઈલ્ડ લક્ષણો છે: ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે HMPV વાઇરસ જૂનો છે, હાલમાં વ્યાપ વધ્યો છે. તેનું સંક્રમણ ચોક્ક્સપણે વધ્યું છે, પરંતુ ડરવાની જરૂર નથી. કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ છે.