પુષ્પા 2 સ્ટેમ્પેડ કેસ: અલ્લુ અર્જુન પર મુશ્કેલીના વાદળો ઘેરાયા, આ દિવસે કોર્ટમાં થશે આગામી સુનાવણી અભિનેતા અલ્લુ અર્જુનની જામીન અરજી પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ અરજી 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગની ઘટનાથી સંબંધિત છે, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય 3 જાન્યુઆરી સુધી મુલતવી રાખ્યો છે.
-> શું છે સમગ્ર મામલો? :- 4 ડિસેમ્બરે, તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ “પુષ્પા 2: ધ રૂલ” ના સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં ભારે ભીડ એકઠી થઈ હતી. અભિનેતાની એક ઝલક જોવા માટે હજારો ચાહકો થિયેટરમાં ઉમટી પડ્યા હતા. જ્યારે અલ્લુ અર્જુન પોતાની કારમાંથી બહાર આવ્યો અને ચાહકોનું અભિવાદન કર્યું ત્યારે ભીડ કાબૂ બહાર ગઈ અને ભાગદોડ મચી ગઈ.આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું.
જેના આધારે પીડિત પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી, તેલંગાણા પોલીસે સિક્યુરિટી ટીમ અને થિયેટર મેનેજમેન્ટની સાથે અભિનેતા અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધ્યો. પોલીસે 13 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જો કે, બીજા જ દિવસે, તેલંગાણા હાઈકોર્ટે તેને 50,000 રૂપિયા ચૂકવવા કહ્યું અને તેને વચગાળાના જામીન આપ્યા. આ પછી અભિનેતાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
-> આ ઘટના બાદ અલ્લુ અર્જુન પર સવાલો ઉઠ્યા હતા :- તમને જણાવી દઈએ કે, કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય 3 જાન્યુઆરી સુધી અનામત રાખ્યો છે. જો કોર્ટ અલ્લુ અર્જુનની જામીન અરજી ફગાવી દે છે તો તેને ફરીથી જેલમાં જવું પડી શકે છે. મહત્વની વાત એ છે કે, અલ્લુ અર્જુન તેલુગુ સિનેમાનો મોટો સ્ટાર છે અને તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોવામાં આવે છે. જો કે આ ઘટનાને તેની કારકિર્દી પર એક મોટો દાગ માનવામાં આવે છે. ચાહકો અને ઉદ્યોગના ઘણા લોકો માને છે કે સુરક્ષા પ્રોટોકોલનું પાલન ન કરવું એ તેની તરફથી એક મોટી ભૂલ હતી. હવે જોવાનું એ રહે છે કે 3 જાન્યુઆરીએ કોર્ટ શું ચુકાદો આપે છે.entertainment,pushpa-2-stampede,case,allu-arjun,bail-postponed