Ahmedabad 2026 Civil Hospital Digital Drive: અમદાવાદ સિવિલ હોસ્પિટલનો મોટો નિર્ણય Compassionate Care..

Ahmedabad સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મોટી રાહત: કતાર વ્યવસ્થાપનથી લઈને વોટ્સએપ રિપોર્ટ સુધીની નવી સુવિધાઓ

OPD કેસ બારીઓ 9થી વધારી 12 કરાઈ, બિલિંગ કાઉન્ટર ડબલ, ટોકન સિસ્ટમથી દર્દીઓને બેસીને વારો આવે ત્યાં સુધી રાહ જોવાની સુવિધા; ‘પેશન્ટ ફ્લો’ સુવ્યવસ્થિત કરવા હોસ્પિટલ તંત્રનું વ્યાપક આયોજન

Ahmedabad: Ahmedabad સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં સારવાર માટે આવતા દર્દીઓ માટે હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દી-કેન્દ્રિત વ્યવસ્થાપન તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. દર્દીઓને વિવિધ આરોગ્ય સેવાઓ મેળવવા માટે લાંબી કતારમાં ઊભા રહેવું ન પડે અને ઓછામાં ઓછા સમયમાં યોગ્ય સેવા મળી રહે તે માટે કતાર વ્યવસ્થાપન (Queue Management), ભીડ નિયંત્રણ અને વિવિધ વિભાગોની કામગીરીને વધુ સુવ્યવસ્થિત કરવાની દિશામાં અનેક સુધારા કરવામાં આવ્યા છે. નવી વ્યવસ્થાના કારણે OPDથી લઈને બિલિંગ, રેડિયોલોજી અને લેબોરેટરી સુધીના વિવિધ તબક્કે દર્દીઓનો સમય બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ નવી વ્યવસ્થા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો તેમજ કમિશ્નર ડો. સંધ્યા ભુલ્લરના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકવામાં આવી છે. હોસ્પિટલ તંત્રનો મુખ્ય ઉદ્દેશ માત્ર કતાર ઘટાડવાનો નહીં, પરંતુ દર્દી હોસ્પિટલમાં પ્રવેશે ત્યારથી લઈને તેની જરૂરી સારવાર, તપાસ, રિપોર્ટ અને અન્ય પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સમગ્ર ‘પેશન્ટ ફ્લો’ને સરળ બનાવવાનો છે.

Ahmedabad સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, દર્દીને યોગ્ય સેવા યોગ્ય સ્થળે અને શક્ય તેટલા ઓછા સમયમાં મળે તે માટે સમગ્ર પ્રક્રિયાને ફરીથી સુવ્યવસ્થિત કરવામાં આવી રહી છે. વિવિધ સેવાઓને અલગ-અલગ સ્થળે વિતરિત કરવાથી એક જ જગ્યાએ ભીડ એકત્રિત થવાની સ્થિતિ ટાળવામાં આવી રહી છે. પરિણામે દર્દીઓના રાહ જોવાના સમયમાં ઘટાડો થાય અને હોસ્પિટલની કામગીરી વધુ અસરકારક બને તે દિશામાં આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabad

-> OPD કેસ બારીઓમાં વધારો :- Ahmedabad સિવિલ હોસ્પિટલમાં દરરોજ અંદાજે 3,500થી 4,000 દર્દીઓ OPDમાં આવતા હોય છે, જેમાંથી લગભગ 2,000 જેટલા નવા કેસ હોય છે. નવા દર્દીઓ માટેની પ્રક્રિયા ઝડપી બને તે માટે OPDની કેસ બારીઓની સંખ્યા 9થી વધારીને હવે 12 કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ડોર કેસબારી, બિલિંગ અને રિપોર્ટ કાઉન્ટરને OPDથી અલગ કરવામાં આવ્યા છે. અલગ વ્યવસ્થા થવાથી એક જ કાઉન્ટર પર વિવિધ પ્રકારની કામગીરીના કારણે સર્જાતી ભીડ ઘટાડવામાં મદદ મળશે.

-> મેજર OPDમાં ટોકન સિસ્ટમ :- Ahmedabad ઓર્થોપેડિક, મેડિસિન, સર્જરી, સ્કિન, સ્ત્રીરોગ અને પીડિયાટ્રિક સહિતની મુખ્ય OPDમાં ટોકન આધારિત કતાર વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. દર્દીઓને લાંબા સમય સુધી ઊભા રહેવાને બદલે બેસીને પોતાના નંબરની રાહ જોઈ શકે તેવી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વ્યવસ્થા યોગ્ય રીતે અમલમાં આવે તે માટે નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી અને કાઉન્સિલર અથવા દર્દી સહાયકની ટીમો તૈનાત કરવામાં આવી છે. દરેક મેજર OPDમાં ટોકન પ્રમાણે દર્દીઓની અવરજવર થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ ટીમો કામગીરી કરશે.

-> ફોલો-અપ દર્દીઓ માટે સાંજની OPD :- સવારના સમયે OPDમાં સૌથી વધુ ભીડ રહેતી હોવાથી હોસ્પિટલ તંત્ર દ્વારા ફોલો-અપ દર્દીઓને સાંજના સમયે બોલાવવા માટે તબીબોને સૂચના આપવામાં આવી છે. નિયમિત તપાસ અથવા અગાઉની સારવારના અનુસંધાનમાં આવતા દર્દીઓ માટે આ વ્યવસ્થા સવારની ભીડ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. પરિણામે નવા તેમજ વધુ ગંભીર દર્દીઓ પર તબીબો વધુ ધ્યાન આપી શકે તેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

-> વોટ્સએપ પર મળશે રિપોર્ટ :- હોસ્પિટલમાં દર્દીઓની એક મહત્વપૂર્ણ સમસ્યા રિપોર્ટ મેળવવા માટે ફરીથી હોસ્પિટલમાં આવવાની રહેતી હોય છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા ડિજિટલ રિપોર્ટિંગ વ્યવસ્થા શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. Ahmedabad રિપોર્ટ વિન્ડો અલગ કરવા સાથે આગામી 2થી 3 દિવસમાં દર્દીઓને તેમના વોટ્સએપ નંબર પર જ રિપોર્ટ મોકલી શકાય તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આથી રિપોર્ટ લેવા માટે દર્દી કે તેના પરિવારજનોએ ફરી હોસ્પિટલની મુલાકાત લેવાની જરૂરિયાત ઘટશે.

-> બિલિંગ પ્રક્રિયા પણ વધુ સરળ :- Ahmedabad હોસ્પિટલમાં બિલિંગ કાઉન્ટરની સંખ્યા પણ 1થી વધારીને 2 કરવામાં આવી છે. સાથે જ સોફ્ટવેરમાં જરૂરી સુધારા કરીને રોગી કલ્યાણ સમિતિ અને સરકારી નાણાં લેવાના ચાર્જને મર્જ કરવામાં આવ્યા છે. હવે એક જ રસીદથી પ્રક્રિયા પૂર્ણ થઈ શકશે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ આ ફેરફારથી બિલિંગમાં લાગતો સમય લગભગ અડધો થઈ શકે છે. આ ઉપરાંત એક જ રસીદનું સંપૂર્ણ પેમેન્ટ દર્દીઓ ઓનલાઇન માધ્યમથી પણ કરી શકશે. એટલે પેમેન્ટ માટે અલગથી લાંબી રાહ જોવાની જરૂરિયાત ઓછી થશે અને દર્દીઓનો સમય બચશે.

-> રેડિયોલોજીમાં પણ કતાર ઘટાડવાનો પ્રયાસ :- OPD વિભાગમાં રેડિયોલોજી રજિસ્ટ્રેશન માટે બે કાઉન્ટર કરવામાં આવ્યા છે. રજિસ્ટ્રેશન અને બિલિંગ વિન્ડોને એકબીજાની બાજુમાં ગોઠવવામાં આવતા દર્દીઓને બે અલગ-અલગ લાઈનમાં ઊભા રહેવાની મુશ્કેલીમાંથી રાહત મળશે. સોનોગ્રાફી માટે પણ OPD અને ઇન્ડોર દર્દીઓની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. OPD દર્દીઓની સોનોગ્રાફી G-2 ખાતે જ્યારે ઇન્ડોર દર્દીઓની સોનોગ્રાફી ટ્રોમા સેન્ટર ખાતે કરવામાં આવી રહી છે. Ahmedabad આ ઉપરાંત કલર ડોપ્લર તપાસમાં વધુ સમય લાગતો હોવાથી આવા દર્દીઓને OPDના સામાન્ય દર્દીઓથી અલગ સમય આપવામાં આવે છે. બપોરે 2 વાગ્યા બાદનો સમય ફાળવવાથી દર્દીઓનું સમય પ્રમાણે વિતરણ શક્ય બન્યું છે અને રેડિયોલોજી વિભાગમાં કતારનું દબાણ ઘટાડવામાં મદદ મળી છે.

-> લેબોરેટરી સેમ્પલ કલેક્શન ઝડપી બનશે :- લેબોરેટરીમાં સેમ્પલ કલેક્શનની પ્રક્રિયા ઝડપી બનાવવા પણ કાઉન્ટરોમાં વધારો કરાયો છે. જૂની OPDમાં સેમ્પલ કાઉન્ટરની સંખ્યા 4થી વધારીને 6 કરવામાં આવી છે, જ્યારે 1200 બેડ હોસ્પિટલમાં 2થી વધારીને 4 કાઉન્ટર કરાયા છે. ડેટા એન્ટ્રી ઓપરેટરોની નિમણૂક કરાતા લેબ ટેકનિશિયનોને સેમ્પલ કલેક્શન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળશે અને સમગ્ર પ્રક્રિયા ઝડપી બનશે.

-> સામાન્ય બીમારી માટે અલગ Family Medicine OPD :- તાવ, શરદી, ખાંસી જેવી સામાન્ય તકલીફો ધરાવતા દર્દીઓ માટે Family Medicine OPD શરૂ કરવામાં આવી છે. OPDમાં રૂમ નંબર 75 ખાતે આ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. સામાન્ય તકલીફો ધરાવતા દર્દીઓ માટે અલગ વ્યવસ્થા થવાથી મુખ્ય OPD પરનું ભારણ ઘટશે અને ગંભીર અથવા વિશેષ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓ પર તબીબી ટીમ વધુ ધ્યાન આપી શકશે.

-> ભવિષ્યમાં વધુ સ્પષ્ટ સાઈનેજ :- હોસ્પિટલમાં દર્દીઓ ઘણી વખત યોગ્ય વિભાગ શોધવામાં પણ સમય ગુમાવતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં વધુ સારા અને સરળતાથી સમજાય તેવા માહિતીદર્શક સાઈનેજ (સંકેતો) લગાવવાની પણ વિચારણા કરવામાં આવી છે. વિવિધ વિભાગો, કાઉન્ટરો અને આરોગ્ય સેવાઓ સુધી દર્દીઓ સરળતાથી પહોંચી શકે તે માટે આ વ્યવસ્થા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ રીતે Ahmedabad સિવિલ હોસ્પિટલ દ્વારા એકસાથે અનેક સ્તરે કરવામાં આવેલા સુધારાઓનો મુખ્ય હેતુ દર્દીઓની સુવિધા વધારવા સાથે હોસ્પિટલની સમગ્ર કામગીરીને વધુ સુવ્યવસ્થિત કરવાનો છે. કતારમાં ઘટાડો, ટોકન આધારિત વ્યવસ્થા, અલગ કાઉન્ટર, ડિજિટલ રિપોર્ટ, સરળ બિલિંગ, સમય પ્રમાણે તપાસ અને અલગ OPD જેવી વ્યવસ્થાઓથી દર્દીઓનો સમય બચાવવા પર ભાર મૂકાયો છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ આગામી સમયમાં પણ દર્દીઓના અનુભવને વધુ સરળ બનાવવા માટે જરૂરી સુધારાઓ અને નવી સુવિધાઓ ઉમેરવામાં આવશે.

  • Related Posts

    Gujarat G-SQAAF 2026 Ratings Update: Proactive Participation હવે આંગળીના ટેરવે મળશે શાળાનો ગુણવત્તા રિપોર્ટ Pioneering Initiative ..

    NEP 2020 અંતર્ગત Gujaratની શાળાઓમાં ગુણવત્તા ચકાસણીનો નવો અધ્યાય SQAAF ગુણાંકન-2026ને શાળાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ, 50 હજારથી વધુ શાળાઓએ સમયમર્યાદામાં સ્વ-મૂલ્યાંકન પૂર્ણ કર્યું ગાંધીનગર: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ભલામણોને રાજ્યમાં વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાની દિશામાં Gujarat સરકારે શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. શૈક્ષણિક વર્ષ 2026-27થી Gujaratમાં ‘Gujarat સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક’ (G-SQAAF) સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજ્યની તમામ પ્રકારની શાળાઓમાં SQAAF ગુણાંકન-2026 દ્વારા ગુણવત્તાલક્ષી મૂલ્યાંકન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયાને રાજ્યની શાળાઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 50 હજારથી વધુ શાળાઓએ સ્વ-મૂલ્યાંકનની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા SQAAF ગુણાંકન-2026 માટે ગુણવત્તા ચકાસણીની સમગ્ર પ્રક્રિયાને ત્રણ…

    Gujarat Flood Relief Update 2026: દક્ષિણ ગુજરાતમાં કરોડોની રાહત સહાય

    Gujaratમાં પૂરગ્રસ્તો માટે સરકારની ‘ઝડપી રાહત’ની કામગીરી, બે વર્ષમાં વલસાડ-નવસારીને ₹163 કરોડથી વધુની સહાય ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત 2.40 લાખથી વધુ લોકોને ખેતી, ઘરવખરી, મકાન, મૃત્યુ અને ઈજા સહિત વિવિધ પેટે સહાય; પાણી ઓસર્યાના માત્ર 18 કલાકમાં ગામડે-ગામડે સહાય પહોંચાડવાનો દાવો ગાંધીનગર: Gujaratમાં ભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આપત્તિ દરમિયાન અસરગ્રસ્ત નાગરિકો તથા ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત સહાય અંગે વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ જ્યાં પણ ભારે વરસાદ કે પાણી ભરાવાથી લોકોને મુશ્કેલી પડી છે ત્યાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ…