Helipad : ગુજરાતના તમામ Helipad હવે ‘ઓપરેશનલ કન્ડીશન’માં રહેશે, દર ત્રણ મહિને ફરજિયાત નિરીક્ષણ
ગાંધીનગર, 3 સપ્ટેમ્બર: ગુજરાત સરકારે રાજ્યના તમામ હયાત Helipadની જાળવણી અને કાર્યક્ષમતા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત-બચાવ કામગીરી તેમજ વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના પ્રવાસ દરમિયાન હેલીપૅડનો તાત્કાલિક ઉપયોગ થઈ શકે તે માટે સરકારે કડક દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. હવે રાજ્યના દરેક હયાત હેલીપૅડ નું ઓછામાં ઓછું દર ત્રણ મહિને એક વખત ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરવાનું રહેશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નવા નિર્દેશોનો મુખ્ય હેતુ એ છે કે રાજ્યમાં આવેલા હેલીપૅડ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક ઉપયોગ માટે તૈયાર અને સુરક્ષિત સ્થિતિમાં રહે.
->Helipadનું દર ત્રણ મહિને નિરીક્ષણ ફરજિયાત :
સરકારના નવા નિયમ મુજબ રાજ્યના દરેક હેલીપૅડ નું નિયમિત સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે. આ કામગીરીમાં હેલીપૅડની હાલની સ્થિતિ, ઉપયોગિતા અને જાળવણીની જરૂરિયાતની ચકાસણી કરવામાં આવશે જો નિરીક્ષણ દરમિયાન હેલીપૅડ માં કોઈ ખામી જોવા મળે અથવા મરામતની જરૂરિયાત જણાય તો તેને લાંબા સમય સુધી પેન્ડિંગ રાખવામાં નહીં આવે. સંબંધિત અધિકારીઓએ જરૂરી મરામતનું કામ વિલંબ વિના તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાનું રહેશે.

->Helipad: કાર્યપાલક ઈજનેરની જવાબદારી નક્કી :
સરકારે હેલીપૅડ ની જાળવણી માટે સંબંધિત કાર્યપાલક ઈજનેરને જવાબદારી સોંપી છે. તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ હયાત હેલીપૅડ હંમેશા ઉપયોગલાયક એટલે કે ‘ઓપરેશનલ કન્ડીશન’માં રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. હેલીપૅડ ના નિયમિત નિરીક્ષણ ઉપરાંત તેની જાળવણીની કામગીરી પર પણ સતત નજર રાખવાની રહેશે. આ સમગ્ર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે અધીક્ષક ઈજનેર પણ પોતાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ હેલીપૅડ ની સમયાંતરે સમીક્ષા કરશે. આ રીતે હેલીપૅડ ની જવાબદારી માત્ર એક અધિકારી સુધી મર્યાદિત નહીં રહે અને ઉચ્ચ સ્તરે પણ તેની કામગીરીની દેખરેખ રાખવામાં આવશે.
–>Helipad ની સપાટીથી લઈને ડ્રેનેજ સુધી તપાસ :
Helipad ને ઉપયોગલાયક રાખવા માટે માત્ર તેની સપાટી સારી હોવી પૂરતી નથી. હેલીપૅડ સાથે જોડાયેલી વિવિધ આનુષંગિક સુવિધાઓ પણ યોગ્ય સ્થિતિમાં રહે તે જરૂરી છે.સરકારના નિર્દેશ મુજબ હેલીપૅડ ની સપાટી, પેવમેન્ટ, પેઇન્ટેડ માર્કિંગ, ડ્રેનેજ વ્યવસ્થા અને એપ્રોચ વિસ્તાર સહિતની સુવિધાઓની નિયમિત તપાસ અને જરૂરી મરામત કરવામાં આવશે. હેલીપૅડ ની સપાટી અથવા પેવમેન્ટમાં નુકસાન હોય, માર્કિંગ ઝાંખા પડી ગયા હોય અથવા ડ્રેનેજ વ્યવસ્થામાં સમસ્યા હોય તો તેની સમયસર મરામત કરવી પડશે. ખાસ કરીને વરસાદની સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તે માટે ડ્રેનેજ વ્યવસ્થા પણ મહત્વપૂર્ણ રહેશે.

-> Helipad આસપાસના દબાણો દૂર કરાશે :
સરકારના નિર્દેશોમાં હેલીપૅડ ની આસપાસ થતા વિવિધ પ્રકારના અવરોધોને લઈને પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. હેલીપૅડ અથવા તેની આસપાસ અનધિકૃત દબાણ, બાંધકામ, સામગ્રીનો સંગ્રહ અને વાહનોનું પાર્કિંગ ન થાય તે માટે સતત દેખરેખ રાખવાની રહેશે.આ ઉપરાંત Helipadની આસપાસ કચરો, ઝાડી-ઝાંખરા અથવા અન્ય કોઈ એવી વસ્તુ ન રહે જે હેલીપૅડના ઉપયોગમાં અડચણરૂપ બની શકે. સરકારી વિભાગો દ્વારા જપ્ત કરવામાં આવેલા બિન-વપરાશી વાહનો પણ Helipad ની આસપાસ રાખવામાં ન આવે તે અંગે તકેદારી રાખવાની રહેશે.આવા તમામ અવરોધો જોવા મળે તો તેને તાત્કાલિક અસરથી દૂર કરવાની કાર્યવાહી કરવાની રહેશે.
->Helipad : VIP મૂવમેન્ટ અને ઇમરજન્સી માટે વધુ સજ્જતા :
સરકારના આ નિર્ણયથી રાજ્યના Helipad ની જાળવણી માટે એક નિયમિત અને જવાબદારી આધારિત વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દર ત્રણ મહિને નિરીક્ષણ થવાથી હેલીપૅડની સ્થિતિની સમયાંતરે સમીક્ષા થશે અને જરૂરી કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવશે.ખાસ કરીને કોઈ આપત્તિ કે તબીબી કટોકટી વખતે હેલીપૅડ તૈયાર રાખવું અત્યંત જરૂરી છે. આવી સ્થિતિમાં છેલ્લી ઘડીએ મરામત કે અવરોધ દૂર કરવાની જરૂર ન પડે તે માટે અગાઉથી જ વ્યવસ્થા જાળવવામાં આવશે.
->Helipad : સરકારનો નિર્ણય કેમ મહત્વપૂર્ણ? :
ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં આવેલા હેલીપૅડ નો ઉપયોગ અલગ-અલગ હેતુઓ માટે થાય છે. સામાન્ય દિવસોમાં તેનો ઉપયોગ મર્યાદિત હોઈ શકે છે, પરંતુ કટોકટીની સ્થિતિમાં તેની જરૂરિયાત અચાનક વધી શકે છે.આથી હેલીપૅડનો નિયમિત રખરખાવ માત્ર સુવિધા જાળવવાનો મુદ્દો નથી, પરંતુ આપત્તિ વ્યવસ્થાપન અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ પણ છે.સરકારના નવા દિશા-નિર્દેશોનો અસરકારક અમલ થાય તો રાજ્યના હેલીપૅડ ની સ્થિતિ અંગે નિયમિત દેખરેખ રહેશે અને જરૂરિયાતના સમયે તેનો ઝડપથી ઉપયોગ કરી શકાય તેવી તૈયારી જાળવી શકાશે.આ નિર્ણય હેઠળ હવે દર ત્રણ મહિને Helipad નું નિરીક્ષણ, ખામી જણાય તો તાત્કાલિક મરામત અને હેલીપૅડ આસપાસના તમામ અવરોધો દૂર કરવાની કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






