-> સાઠંબાના બંધ આંગણવાડી કેન્દ્રોમાં લોલમ લોલ…
-> નિયમોને નેવે મુકી સમયપાલન ના થતા આંગણવાડી કેન્દ્રો પર કોનો પંજો…
-> ભૂલકાઓના હક્કનો કોળિયો કોણ આરોગી જાય છે સેવિકા કે સરકારી બાબુઓ..??
-> બાયડ તાલુકાના સાઠંબામાં બંધ આંગણવાડી કેન્દ્રો પર કોનો દબદબો કે મહેરબાની…
B India અરવલ્લી : નંદ ઘર બંધ રહેતા નહિ પૂજારી નહિ કોઈ દેવા બાલમંદિરને તાળા રે જેવી સ્થિતિનું નિર્માણ…મળતી માહિતી અનુસારસાઠંબાના ત્રણ આંગણવાડી કેન્દ્રો બંધહાલતમાં જોવા મળ્યા કુપોષિત નાના ભૂલકાઓના મોઢામાંથી કોળિયો છીનવાતા સરકારી બાબુઓ ઘોર નિંદ્રામાં કે પછી મળતીયાઓ સાથે સાંઠગાંઠ કે મેળાપીપણું. સરકારની યોજનાઓ માત્ર ને માત્ર કાગળ પર કોતરેલી જ સારી લાગે તેવો મેળાપીપણા જેવો કિસ્સો બહાર આવતા વાલીઓમાં તર્ક વિતર્ક.
સુ મુખ્ય સેવિકા આ બાબતથી અજાણ હશે કે પછી આંખ આડા કાન કરતા હશે કે મિલીભગત તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.મુખ્ય સેવિકા સામે પગલાં લેવાશે કે છાવરવા માં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.ત્યારે સરકાર દ્વારા કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવતો હોય છે, પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા વહેતી નજર પડી,આંગણવાડી કેન્દ્ર બંધ રહેતા બાળકોનો સંહાર થતો હોય તેવું દેખાઈ રહ્યું છે.
સરકાર દ્વારા નાના ભૂલકાઓ માટે ફ્રૂટ થી લઈ પોષણક્ષમ આહાર આપવાની યોજનાઓ ફક્ત ચોપડે ચિતરાયાની વિગતોએ જોર પકડ્યું છે ત્યારે સરકારના નિયમનુસાર સવારે 10:30 થી બપોરના 3:30 વાગ્યાં સુધી કેન્દ્રો ચાલુ રાખવાના હોય છે ત્યારે નિયમોનું કે સમયનું પાલન ના થતા જવાબદારો સામે વહીવટી તંત્ર કાર્યવાહી કરશે કે ભીનું સંકેલશે તે જોવું રહ્યું..
સ્રોત :- રાકેશ ઝાલા