રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશનના અધ્યક્ષની નિમણૂકને લઇ રાહુલ ગાંધી-ખડગેએ અસંમતિનો પત્ર આપ્યો

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધીએ NHRC અધ્યક્ષની નિમણૂકને લઈને બેઠકમાં અસંમતિનો પત્ર આપ્યો છે. બંને દિગ્ગજ નેતાઓએ નિમણૂક પ્રક્રિયાને લઈને સવાલો ઉઠાવ્યા છે. બંને નેતાઓએ જણાવ્યું હતું કે બેઠકમાં નામો નક્કી થઈ ગયા હતા અને પ્રક્રિયાનું પાલન થયું ન હતું. બંને નેતાઓએ અધ્યક્ષ પદ માટે જસ્ટિસ રોહિંગ્ટન ફલી નરીમન અને જસ્ટિસ કેએમ જોસેફના નામ સૂચવ્યા હતા, જેને ફગાવી દેવામાં આવ્યા હતા.

-> આ આક્ષેપ અસહમતિ પત્રમાં કરવામાં આવ્યો હતો :- જસ્ટિસ એસ મુરલીધર અને જસ્ટિસ અકીલ અબ્દુલ હમીદ કુરેશીના નામ NHRCના સભ્યો તરીકે સૂચવવામાં આવ્યા હતા. બંને નેતાઓએ તેમના અસંમતિ પત્રમાં આરોપ લગાવ્યો હતો કે નિમણૂક સમિતિમાં બહુમતીના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો અને સર્વસંમતિના આધારે નહીં. નિમણૂક સમિતિની બેઠક 18 ડિસેમ્બરે મળી હતી. બેઠક બાદ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વી રામાસુબ્રમણ્યનને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ સમિતિમાં પીએમ, લોકસભાના સ્પીકર, ગૃહમંત્રી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ ઉપરાંત લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદમાં વિપક્ષના નેતાઓ તરીકે, વડા પ્રધાનની આગેવાની હેઠળની સમિતિના સભ્યો છે.

Related Posts

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *