B india બોટાદ : બોટાદના કારિયાણી ગામે આવેલા સ્વામિનારાયણ મંદિરના શ્રીજીચરણ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ધોળકાના એક યુવકને સ્વામી સાથે પરિચય થયા બાદ રૂપિયાની લેતીદેતી થઇ હતી. ત્યારબાદ સ્વામીએ તેની પાસે નાણાં અને વ્યાજની માંગણી કરીને ત્રાસ આપ્યો હતો. ગામમાં યુવકના ઘરે જઇનેઉઘરાણી કરીને મારા જેવો ખરાબ માણસ કોઇ નહીં થાય તેમ કહીને ધમકી આપી હતી.
તેથી યુવકને મનમાં લાગી આવતા તેણે દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા કોઠ પોલીસે શ્રીજીચરણ સ્વામી સામે ગુનો નોંધ્યો છે. ધોળકામાં રહેતા કિશન ચૌહાણ એક કંપનીમાં નોકરી કરે છે. 2017માં ધોલેરા સ્વામિનારાયણ મંદિરમાંથી તેમના ગામના સ્વામિનારાયણ મંદિરમાં પૂજા આરતી માટે શ્રીજીચરણ સ્વામીને મૂક્યા હતા. કિશનભાઇ મંદિરમાં દર્શન કરવા જતા હોવાથી તેમની શ્રીજીચરણ સ્વામી સાથે ઓળખાણ થઇ હતી.
ત્યારબાદ સ્વામી નારણપુરા સ્વામિનારાયણ મંદિરઅને ત્યાંથી ગઢડા સ્વામિનારાયણ મંદિર ગયા હતા. જ્યાંથી બોટાદ ખાતે કારિયાણી પૂજા-આરતી માટે ગયા હતા.થોડાં ગયાં મહિને તેવો ગઢપુર મંદિરના ટ્રસ્ટી બ્રહ્મચારી કપિલેશ્વરાનંદજી નાં નવા શિષ્ય બની દિવ્યાનંદજી નામ ધારણ કરેલ છે વર્ષ 2020માં સ્વામીએ કિશનભાઇ સાથે પૈસાની લેતી દેતી કરીહતી અને કિશનભાઇ નાણાં પણ પરત ચૂકવી દેતા હતા. કિશનભાઇએ ટુકડે ટુકડે ચારેક લાખ રૂપિયા સ્વામી પાસેથી લીધા હતા.
જે નાણાં અને તેના વ્યાજની સ્વામી ઉઘરાણી કરતા હતા. પાંચ માસ પહેલા સ્વામીએ કિશનભાઇના ઘરે આવીને પૈસા અને વ્યાજની ઉઘરાણી કરી ગાળાગાળી કરી હતી. બાદમાં પૈસા આપી દેજે બાકી મારા જેવો કોઈ ખરાબ માણસ નહીં હોય તેવી ધમકી આપી હતી. સ્વામીએ ગામના લોકો પાસે કિશનની માહિતી અને ફોન નંબર માંગ્યા હતા. જેના કારણે ગામમાં કિશનભાઇની છાપ ખરાબ થઇ હતી. જે બાબતે મનમાં લાગી આવતા કિશનભાઇએ ખેતરમાંજઈને ગત તા.15ના રોજ ઝેરી દવાની પડીકી ખાધી હતી.