સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જૂનમાં ચાંદી ₹38 હજાર અને સોનું ₹17 હજારથી વધુ સસ્તું

જૂન મહિના દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મહિનાના અંતિમ ટ્રેડિંગ દિવસે બંને કિંમતી ધાતુઓમાં તેજી નોંધાઈ હોવા છતાં સમગ્ર મહિનાના સરવૈયા પ્રમાણે સોનું અને ચાંદી બંનેમાં મોટો કડાકો આવ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને સ્થાનિક બુલિયન બજારના આંકડા મુજબ ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹38 હજારથી વધુ અને સોનું પ્રતિ 10 ગ્રામ ₹17 હજારથી વધુ સસ્તું થયું છે.

MCX પર ચાંદીમાં મોટો ઘટાડો
MCX પર 3 જુલાઈ એક્સપાયરીની ચાંદીનો ભાવ 29 મેના રોજ પ્રતિ કિલોગ્રામ ₹2,66,998 હતો. જ્યારે 30 જૂને દિવસ દરમિયાન તેજી બાદ તે ₹2,28,182 પર બંધ થયો હતો. આમ, એક મહિનામાં ચાંદીના ભાવમાં ₹38,816નો ઘટાડો નોંધાયો છે.

સ્થાનિક બજારમાં પણ ચાંદી સસ્તી
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના દર મુજબ 29 મેના રોજ ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,63,350 હતો, જે 30 જૂને ઘટીને ₹2,25,425 પર આવી ગયો. એટલે કે સ્થાનિક બજારમાં પણ ચાંદી લગભગ ₹37,925 પ્રતિ કિલો સસ્તી થઈ છે.

સોનાના ભાવમાં પણ મોટો કડાકો
MCX પર 5 ઓગસ્ટ એક્સપાયરીના સોનાનો ભાવ 29 મેના રોજ પ્રતિ 10 ગ્રામ ₹1,60,911 હતો, જે 30 જૂને ઘટીને ₹1,43,084 પર પહોંચી ગયો. આમ, વાયદા બજારમાં સોનું ₹17,827 પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. સ્થાનિક બુલિયન બજારમાં પણ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. IBJAના દર અનુસાર 24 કેરેટ સોનાનો ભાવ 29 મેના રોજ પ્રતિ 10 ગ્રામ ₹1,56,463 હતો, જે હવે ઘટીને ₹1,41,286 થયો છે. એટલે કે સ્થાનિક બજારમાં સોનું ₹15,177 પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે.

જ્વેલરી ખરીદતી વખતે આટલો વધારાનો ખર્ચ
જ્વેલરી ખરીદતા ગ્રાહકોએ ધ્યાન રાખવું જોઈએ કે IBJA દ્વારા જાહેર કરાયેલા દરોમાં માત્ર ધાતુની કિંમતનો સમાવેશ થાય છે. દાગીના ખરીદતી વખતે તેના પર 3 ટકા GST તેમજ જ્વેલરની મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવો પડે છે. મેકિંગ ચાર્જ શહેર, રાજ્ય અને જ્વેલરના આધારે અલગ-અલગ હોઈ શકે છે, જેના કારણે દાગીનાની અંતિમ કિંમત વધી જાય છે. બજાર નિષ્ણાતોના મતે, વૈશ્વિક આર્થિક પરિબળો, ડોલરની મજબૂતી, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં વધઘટ અને રોકાણકારોની બદલાતી વ્યૂહરચનાના કારણે જૂન મહિનામાં સોના અને ચાંદીના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું.

 

 

 

 

  • Related Posts

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

    નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

    -> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…