બીજિંગમાં 109 માળની ઇમારત સાથે નાનું વિમાન અથડાયું, બચાવ કામગીરી શરૂ

ચીનની રાજધાની બીજિંગમાં એક ચોંકાવનારી વિમાન દુર્ઘટના સામે આવી છે. અહેવાલો મુજબ, શહેરની સૌથી ઊંચી 109 માળની ગગનચુંબી ઇમારત સિટિક ટાવર (ચાઇના ઝૂન) સાથે એક નાનું વિમાન અથડાતા ભારે નુકસાન થયું છે. ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ટક્કર બાદ ઇમારતમાં ભારે નુકસાન
મળતી માહિતી મુજબ, આશરે 1,700 ફૂટ ઊંચી સિટિક ટાવર સાથે વિમાનની ટક્કર એટલી જોરદાર હતી કે વિમાનના ટુકડા-ટુકડા થઈ ગયા હતા. અકસ્માતમાં ઇમારતની અનેક બારીઓ તૂટી ગઈ હતી અને ટાવરની એક બાજુ મોટું ગાબડું પડી ગયું હતું. અકસ્માત બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર વિમાનનો કાટમાળ વિખરાઈ ગયો હતો, જ્યારે ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા ઊઠતા જોવા મળ્યા હતા.

લેન્ડિંગ પહેલાં રૂટ પરથી ભટક્યું વિમાન
અહેવાલો અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત B-12PP લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટ સ્થાનિક એવિએશન કંપનીનું હતું અને તેમાં માત્ર પાયલોટ જ સવાર હતો. વિમાને અકસ્માતના અંદાજે અડધા કલાક પહેલાં શિફોસી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. સાંજે લગભગ 5:40 વાગ્યે પરત લેન્ડિંગ માટે આગળ વધી રહ્યું હતું ત્યારે તે નક્કી કરેલા રૂટ પરથી ભટકી ગયું હતું. ઇસ્ટ ફિફ્થ રિંગ રોડ નજીક વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. ફ્લાઇટ ટ્રેકિંગ પ્લેટફોર્મ Flightradar24ના ડેટા મુજબ પણ વિમાન પોતાના નિર્ધારિત માર્ગથી દૂર ચાલી ગયું હતું.

ઘટનાસ્થળે બચાવ કામગીરી તેજ
દુર્ઘટના બાદ બીજિંગની ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે સિટિક ટાવરમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો.

જાનહાનિ અંગે હજુ સ્પષ્ટતા નહીં
આ અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે અથવા કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.

 

 

 

  • Related Posts

    Mehsana : સાયબર ઠગાઈ: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી નિવૃત્ત આરોગ્ય કર્મચારી સાથે ₹12.60 લાખની ઠગાઈ Cyber Trap

    શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ₹12.60 લાખની ઠગાઈ: Mehsana ના નિવૃત્ત આરોગ્ય કર્મચારીને સાયબર ઠગોએ ફસાવ્યા Mehsana જિલ્લામાં સાયબર છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શેરબજારમાં રોકાણ કરાવી ઊંચું વળતર અપાવવાની લાલચ આપી સાયબર ઠગોએ Mehsanaના એક નિવૃત્ત આરોગ્ય કર્મચારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. મળતી માહિતી મુજબ, આરોપીઓએ શેરબજારમાં રોકાણ અને સારા વળતરની વાત કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ અલગ-અલગ કારણોસર તેમની પાસેથી કુલ ₹12.60 લાખની રકમ મેળવી લેવામાં આવી હતી. આ પ્રકારની સાયબર છેતરપિંડીમાં શરૂઆતમાં રોકાણ અંગે આકર્ષક ઓફર બતાવવામાં આવે છે. ત્યારબાદ પીડિતને ઓનલાઈન પ્લેટફોર્મ, એપ્લિકેશન અથવા વોટ્સએપ ગ્રુપના માધ્યમથી રોકાણ કરાવવામાં આવે છે. શરૂઆતમાં નફો દેખાડીને વધુ રકમ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અંતે…

    ઢોલ-નગારાના તાલે ભક્તોએ બાપ્પાને ભાવભીની વિદાય આપી: Rajkotમાં 12 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન, Deep Faith

    ઢોલ-નગારાના તાલે ભક્તોએ બાપ્પાને ભાવભીની વિદાય આપી: Rajkotમાં 12 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન, પોલીસ-ફાયર વિભાગનો ચુસ્ત બંદોબસ્ત Rajkot શહેરમાં ગણેશોત્સવની ભક્તિભરી ઉજવણી બાદ હવે ગણેશજીની મૂર્તિઓના વિસર્જનનો તબક્કો પૂર્ણ થયો છે. ગણપતિ બાપ્પાના વિસર્જન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના તાલે અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે ભક્તોએ પોતાના આરાધ્ય દેવ ગણેશજીને ભાવભીની વિદાય આપી હતી. મળતી માહિતી મુજબ, Rajkot શહેર અને આસપાસના વિસ્તારોમાં 12 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલી નાની-મોટી મૂર્તિઓને ભક્તો દ્વારા શોભાયાત્રા સાથે વિસર્જન સ્થળો સુધી લઈ જવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી…