અમેરિકા-ઈરાન શાંતિ વાર્તામાં મોટો વિક્ષેપ, ટ્રમ્પના નિવેદન બાદ ઈરાની પ્રતિનિધિમંડળ બેઠક છોડીને નીકળ્યું

સ્વિટ્ઝર્લૅન્ડના બર્ગનસ્ટોક ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઉચ્ચ સ્તરીય શાંતિ વાર્તા દરમિયાન અચાનક નાટકીય વળાંક આવ્યો છે. અહેવાલો મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક નિવેદન અને સૈન્ય કાર્યવાહી અંગેની ચેતવણી બાદ ઈરાની પ્રતિનિધિમંડળે બેઠક અધવચ્ચે જ છોડી દીધી હતી, જેના કારણે સમગ્ર શાંતિ પ્રક્રિયા પર અનિશ્ચિતતા છવાઈ ગઈ છે.

લેબનોન મુદ્દે ઈરાનનું કડક વલણ
ઈરાની પ્રતિનિધિમંડળના સભ્ય મેહદી ગોરબનઝાદેહએ જણાવ્યું હતું કે લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષનો ઉકેલ આવ્યા વગર અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા આગળ વધી શકશે નહીં. તેમણે કહ્યું કે, “જ્યાં સુધી લેબનોનની સ્થિતિનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી અન્ય કોઈ વિષય પર વાતચીત શક્ય નથી.”

ટ્રમ્પના નિવેદનથી વધ્યો તણાવ
બેઠક દરમિયાન ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર એક પોસ્ટ કરીને ઈરાનને કડક સંદેશ આપ્યો હતો. તેમણે ઈરાનને લેબનોનમાં તેના સમર્થિત જૂથો પર નિયંત્રણ લાવવાની ચેતવણી આપતાં વધુ સખત સૈન્ય કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ નિવેદનને ઈરાને વાટાઘાટોના માહોલ વિરુદ્ધ ગણાવ્યું હતું અને તેના વિરોધમાં પ્રતિનિધિમંડળ બેઠકમાંથી બહાર નીકળી ગયું હોવાનું જણાવવામાં આવ્યું છે.

લેબનોન અને હિઝબુલ્લાહ મુદ્દે મતભેદ
Iran લાંબા સમયથી લેબનોનમાં યુદ્ધવિરામને પ્રાથમિકતા આપવાની માંગ કરી રહ્યું છે. બીજી તરફ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સતત સંઘર્ષને કારણે સ્થિતિ વધુ જટિલ બની છે. ઈરાનનો આરોપ છે કે અગાઉ થયેલી સમજૂતી છતાં લેબનોનમાં હુમલા ચાલુ રહ્યા છે, જેના કારણે તેનો વિશ્વાસ ડગમગ્યો છે.

યુરેનિયમ મુદ્દે પણ અથડામણ
શાંતિ વાર્તા શરૂ થતાં જ પરમાણુ કાર્યક્રમનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનએ સ્પષ્ટ કર્યું હતું કે તેમનો દેશ પરમાણુ હથિયારો બનાવવા માંગતો નથી, પરંતુ યુરેનિયમ એનરિચમેન્ટનો અધિકાર છોડશે નહીં. બીજી તરફ અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વધુ કડક નિયંત્રણો ઇચ્છે છે. International Atomic Energy Agencyના તાજેતરના અહેવાલ મુજબ ઈરાન પાસે 60 ટકા સુધી સમૃદ્ધ કરાયેલ યુરેનિયમનો નોંધપાત્ર જથ્થો છે.

6 અબજ ડોલરના ફંડની ચર્ચા
વાટાઘાટો પહેલાં પેઝેશ્કિયાને દાવો કર્યો હતો કે કતારમાં સ્થિર કરાયેલા ઈરાનના લગભગ 6 અબજ ડોલરના ભંડોળને મુક્ત કરવાની પ્રક્રિયા આગળ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે પ્રસ્તાવિત સમજૂતીની કેટલીક શરતો ઈરાન માટે અનુકૂળ છે.

પાકિસ્તાનની મધ્યસ્થી
આ રાજદ્વારી પ્રયાસોમાં પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ આર્મી ચીફ અસીમ શરીફ જણાવે છે. અમેરિકા જે. ડી. વેન્સ, સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર ચર્ચામાં સામેલ હતા.

શાંતિ પ્રક્રિયા પર સવાલ
ટ્રમ્પના નિવેદન બાદ ઉભી થયેલી સ્થિતિએ અમેરિકા-ઈરાન વચ્ચેના સંબંધો અને મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો પર નવા પ્રશ્નો ઊભા કર્યા છે. હવે આગામી દિવસોમાં બંને પક્ષો ફરી ચર્ચા માટે તૈયાર થાય છે કે નહીં, તેના પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર રહેશે.

 

 

 

  • Related Posts

    FBIની સિસ્ટમમાં ઘૂસણખોરીનો દાવો: ‘લગભગ તમામ’ એજન્ટોની માહિતી ચોરી હોવાનો Hacker જૂથનો દાવો….

    વોશિંગ્ટન : અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ તપાસ એજન્સીઓમાંની એક FBI (Federal Bureau of Investigation) સાથે જોડાયેલો મોટો સાયબર સુરક્ષા વિવાદ સામે આવ્યો છે. ShinyHunters નામના સાયબર ક્રાઇમ જૂથે દાવો કર્યો છે કે તેણે FBIની સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને મોટી સંખ્યામાં વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ તેમજ FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોનો સંવેદનશીલ ડેટા મેળવી લીધો છે. Hacker જૂથે પોતાના ડાર્ક વેબ લીક પ્લેટફોર્મ પર એવો દાવો કર્યો છે કે તેની પાસે “લગભગ તમામ FBI એજન્ટો” અને FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોની માહિતી છે. જોકે, FBIએ આ દાવાની સંપૂર્ણ પુષ્ટિ કરી નથી. અમેરિકન તપાસ એજન્સીએ માત્ર એટલું જણાવ્યું છે કે FBIjobs.govને અસર કરતી અનધિકૃત પ્રવૃત્તિ અંગે એજન્સી વાકેફ છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે. Hacker હેકર જૂથે…

    Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય Core Growth 2026

    Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય ગાંધીનગર: Gujaratમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તેમજ પર્યાવરણપ્રિય અને વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનો વ્યાપ વધારવા અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Gujarat સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાપાનના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બેઠકમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા Gujaratમાં બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આગામી સમયમાં Gujarat સરકાર, સુઝુકી અને…