RTIની અવગણના ભારે પડી: PI અને મામલતદારને રાજ્ય માહિતી આયોગનો 10-10 હજારનો દંડ

– રાજ્ય માહિતી આયોગની લાલ આંખ: નિયત સમયમાં દંડ નહીં ભરે તો પગારમાંથી રકમ વસૂલવાનો કડક આદેશ; વહીવટીતંત્રના લાપરવાહ અધિકારીઓ સામે દાખલો બેસાડતી કાર્યવાહી

પંકજ મકવાણા – વડોદરા/સાવલી: માહિતીનો અધિકાર (RTI) કાયદા હેઠળ માંગવામાં આવેલી વિગતો સમયસર અને યોગ્ય રીતે ન આપનારા બે સરકારી અધિકારીઓ સામે ગુજરાત રાજ્ય માહિતી આયોગે કડક વલણ અપનાવ્યું છે. સાવલી તાલુકા સાથે સંકળાયેલા બે અલગ-અલગ કેસોમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને તત્કાલીન મામલતદારને રૂ.10,000-10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે દંડની રકમ નિયત સમયમર્યાદામાં નહીં ભરાય તો તે સંબંધિત અધિકારીઓના પગારમાંથી વસૂલ કરવામાં આવશે.

PIએ બહાના બતાવ્યા, આયોગે ગુનાહિત બેદરકારી ગણાવી:
પ્રથમ કેસ ભાદરવા પોલીસ મથકનો છે, જેમાં RTI અરજદાર દ્વારા તત્કાલીન PI એ.ઓ. ભરવાડની ચેમ્બરના CCTV ફૂટેજની માહિતી માંગવામાં આવી હતી. માહિતી આપવાને બદલે ગુપ્તતાનો મુદ્દો અને બાદમાં CCTVમાં ટેકનિકલ ખામી હોવાના કારણો રજૂ કરાયા હતા. રાજ્ય માહિતી આયોગે આ દલીલોને અસ્વીકાર કરીને જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજમાં ગંભીર બેદરકારી ગણાવી હતી. હાલ વેજલપુર પોલીસ મથકે ફરજ બજાવતા એ.ઓ. ભરવાડને આ મામલે રૂ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

મામલતદારે ગેસ એજન્સીની વિગતો ન આપી:
બીજો કેસ સાવલીના તત્કાલીન મામલતદાર જીગ્નેશ પટેલ સાથે જોડાયેલો છે. એક નાગરિકે HP ગેસ એજન્સી સંબંધિત ગ્રાહક વિગતો અંગે માહિતી માગી હતી. પ્રથમ અપીલ બાદ પણ સંતોષકારક જવાબ ન મળતાં મામલો રાજ્ય માહિતી આયોગ સુધી પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન આયોગે નોંધ્યું કે RTI કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. પરિણામે મામલતદાર જીગ્નેશ પટેલને પણ રૂ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજ્ય માહિતી આયોગના આ નિર્ણયને પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સાથે જ RTI અરજીઓ પ્રત્યે બેદરકારી દાખવનારા અધિકારીઓ માટે આ ચુકાદો ચેતવણીરૂપ અને દાખલારૂપ બની શકે છે.

 

 

 

  • Related Posts

    ભિલોડા-ઇડર Highwayપર રાત્રે અકસ્માત, કારની ટક્કરે છકડાને ટક્કર મારતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત Critical Hurt 2026

    ભિલોડા-ઇડર Highway પર રાત્રે અકસ્માત, કારની ટક્કરે છકડાને ટક્કર મારતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત અરવલ્લી: ભિલોડા-ઇડર Highway પર રાત્રિના સમયે અકસ્માતની ઘટના સામે આવી છે. મલાસા સ્ટેશન નજીક એક કાર અને છકડા વચ્ચે જોરદાર ટક્કર થતાં ત્રણ લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં મદદ કરી હતી. ત્યારબાદ પોલીસે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભિલોડા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, છકડામાં સવાર લોકો અંબાજી ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન મલાસા તરફથી આવતી એક કારે છકડાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ Highway પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. -> મલાસા સ્ટેશન નજીક અકસ્માત…

    Malaysia Visa Scam ફ્રી એન્ટ્રીને લઈને ભારતીય હાઈ કમિશનની ચેતવણી, નોકરીના નામે છેતરપિંડીથી સાવધાન 2026

    મફત મલેશિયા Visa ને લઈને ભારતીય હાઈ કમિશનની ચેતવણી, નોકરીના નામે છેતરપિંડીથી સાવધાન Malaysia Visa Scam: મલેશિયા જવાની તૈયારી કરી રહેલા ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કુઆલાલંપુર સ્થિત ભારતીય હાઈ કમિશને નોકરીના નામે થતા કૌભાંડોથી સાવચેત રહેવા માટે એડવાઇઝરી જાહેર કરી છે. ખાસ કરીને મલેશિયાની વિઝા-મુક્ત પ્રવેશ સુવિધાનો લાભ લઈને નોકરી અપાવવાના વચનો આપતા એજન્ટોથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય હાઈ કમિશન અગાઉ પણ ચેતવણી આપી ચૂક્યું છે કે કેટલાક એજન્ટો પ્રવાસી વિઝા અથવા વિઝા-મુક્ત પ્રવેશનો ઉપયોગ કરીને લોકોને મલેશિયા લઈ જાય છે અને ત્યાં પહોંચ્યા બાદ વર્ક પરમિટ અપાવવાનું વચન આપે છે. આવી રીત મલેશિયાના નિયમો વિરુદ્ધ છે. 30 દિવસની Visa-મુક્તિનો અર્થ નોકરી કરવાની મંજૂરી નથી મલેશિયાના ઇમિગ્રેશન વિભાગ અનુસાર,…