માતરના ગરમાળા ગામે વેપારી પરિવાર પર હુમલો, 5 સામે ગુનો નોંધાયો; 4 આરોપીઓ ઝડપાયા

ખેડા જિલ્લાના માતર તાલુકાના ગરમાળા ગામમાં નજીવી બાબતને લઈને વેપારી પરિવાર પર થયેલા હુમલાની ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. દુકાનમાં મોરસ (ખાંડ) બાંધવા માટે કાગળ ફાડવાની સામાન્ય બાબતને લઈને શરૂ થયેલી બોલાચાલી બાદ કેટલાક અસામાજિક તત્વોએ દુકાનમાં ઘૂસીને વેપારી અને તેના પરિવારજનો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દુકાનમાં ઘૂસીને હુમલો અને તોડફોડ
મળતી માહિતી અનુસાર, ગરમાળા ગામની GIDC વિસ્તારમાં આવેલી દુકાનમાં સામાન્ય તકરાર બાદ 5થી 6 વ્યક્તિઓએ એકજૂથ થઈને વેપારી પરિવાર પર હુમલો કર્યો હતો. આરોપીઓએ દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી હતી તેમજ લાકડીઓ અને ખુરશીઓ વડે મારામારી કરી હતી. હુમલા દરમિયાન વેપારીના માથામાં પ્લાસ્ટિક અને લોખંડની ખુરશી ફટકારાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બચાવવા આવેલા લોકોને પણ ન છોડ્યા
પરિવારના અન્ય સભ્યોને પણ હુમલાખોરોએ માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઉપરાંત, ઝઘડો રોકવા અને ઇજાગ્રસ્તોને બચાવવા વચ્ચે પડેલા સ્થાનિક લોકોને પણ હુમલાખોરોએ માર માર્યો હતો. ઘટનાસ્થળે જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા છે.

વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં
મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પરિસ્થિતિ તંગ બનતાં માતર પોલીસ અને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

5 આરોપીઓ સામે ગુનો દાખલ
માતર પોલીસે ઇજાગ્રસ્ત પરિવારના સભ્યોના નિવેદન અને ઉપલબ્ધ વીડિયો પુરાવાના આધારે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદમાં સામેલ આરોપીઓના નામ આ મુજબ છે:
– રેશમાબાનુ દિવાન
– રજ્જાકશા દિવાન
– આરીફઅલી સૈયદ
– મુસ્તાકશા દિવાન
– નાસીરશા દિવાન
પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 હેઠળ રાયોટિંગ, હુમલો, તોડફોડ અને ગુનાહિત ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

4 આરોપીઓ ઝડપાયા
પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં પાંચમાંથી ચાર આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે. બાકીના આરોપીને પકડવા માટે તપાસ અને શોધખોળ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

 

 

 

  • Related Posts

    Raihan:પ્રિયંકા ગાંધીના પુત્ર રૈહાન વાધ્રાની સગાઈ : અવિવા બૈગ વિશે જાણો 5 મહત્વપૂર્ણ વાતો Exciting

    Raihan વાડ્રા-અવિવા બૈગની સગાઈ: કોણ છે અવિવા બૈગ? જાણો 5 મહત્વની વાતો પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાના પુત્ર Raihan વાડ્રાની સગાઈ અવિવા બૈગ સાથે થઈ છે. રાજસ્થાનના રણથંભોરમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં યોજાયેલા ખાનગી સમારંભ બાદ આ સંબંધની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને તેમના સંબંધને લગભગ સાત વર્ષ થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સગાઈ બાદ અવિવા બૈગ કોણ છે, તેમનું શિક્ષણ શું છે અને તેઓ વ્યવસાયિક રીતે શું કરે છે તે અંગે લોકોમાં ઉત્સુકતા વધી છે. ઉપલબ્ધ જાહેર માહિતીના આધારે જાણીએ અવિવા બૈગ વિશેની 5 મહત્વની વાતો. 1. કોણ છે અવિવા બૈગ? અવિવા બૈગ દિલ્હી સ્થિત ફોટોગ્રાફર અને પ્રોડ્યુસર છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, તેઓ…

    Gujarat TAT-S Main Exam 2026: શિક્ષક બનવાના સપનાનો મહામુકાબલો.. Skill Test..

    Gujaratમાં આજે TAT-S મુખ્ય પરીક્ષા, 403 કેન્દ્રો પર 75,992 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે Gujaratમાં શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે આજનો દિવસ મહત્વનો છે. 20 સપ્ટેમ્બર, 2026ના રોજ રાજ્યમાં શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે TAT-Sની મુખ્ય પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં કુલ 403 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં કુલ 75,992 ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. TAT-S એટલે કે Teacher Aptitude Test – Secondary માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ પરીક્ષા છે. આજની મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારો અગાઉની પ્રાથમિક પરીક્ષામાં સફળ થયા બાદ લાયક…