રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસા પૂર્વે અનોખો ડબલ ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં એક તરફ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 12થી 14 જૂન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, 8થી 14 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ તેમજ દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિનો વ્યાપ વધીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ દરમિયાન 15થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી ચાર દિવસ સુધી મુખ્યત્વે સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે 12થી 14 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની આશા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો 15થી 20 નોટ્સની ઝડપે ફૂંકાશે, જે ક્યારેક વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે.

રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલા તાપમાન મુજબ રાજકોટ અને અમદાવાદમાં 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. જ્યારે સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી અને વીવીનગરમાં 40.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાના આગમન અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં ચોમાસા પૂર્વે રાજ્યમાં ગરમી અને વરસાદના મિશ્ર માહોલને કારણે લોકોને ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગરમી વચ્ચે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હોવાથી ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોને હવામાનના બદલાતા સ્વરૂપને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

 

 

 

  • Related Posts

    Ahmedabad : 14 મહિલાઓ ફોન પર જાળ બિછાવી ખેડૂતોને ફસાવતી, રાજકોટ-Ahmedabadમાં ઓફિસ ખોલી લોનના નામે છેતરપિંડી Protection

    14 મહિલાઓ ફોન પર જાળ બિછાવી ખેડૂતોને ફસાવતી, રાજકોટ-Ahmedabadમાં ઓફિસ ખોલી લોનના નામે છેતરપિંડી Ahmedabad ગુજરાતમાં ખેડૂતોને સરળતાથી લોન અપાવવાની લાલચ આપી તેમની પાસેથી જમીનના દસ્તાવેજો અને લાખો રૂપિયા પડાવતી ટોળકી સામે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફરિયાદ અને પ્રાથમિક તપાસ મુજબ, આ કથિત ટોળકીમાં 14 મહિલાઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. ફોન પર વાત કરીને ખેડૂતોને લોન અપાવવાની ખાતરી આપવામાં આવતી અને ત્યારબાદ તેમને અલગ-અલગ પ્રક્રિયાના નામે ઓફિસે બોલાવવામાં આવતા હોવાનો આક્ષેપ છે.આ કથિત છેતરપિંડીનું નેટવર્ક રાજકોટ અને Ahmedabadમાં ઓફિસ મારફતે ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. તપાસ દરમિયાન 8 જિલ્લાઓના 32 જેટલા ખેડૂતોના દસ્તાવેજો મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા દસ્તાવેજો, બેંક વ્યવહારો, ફોન કોલ્સ અને આરોપીઓ વચ્ચેના…

    અમદાવાદ CID ક્રાઇમમાં ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ-ગરીબ કલ્યાણ પાર્ટી’ સામે ફરિયાદ: 217 કરોડથી વધુની ટેક્સ ચોરીનો પર્દાફાશ Sensational

    સ્વતંત્રતા અભિવ્યક્તિ-ગરીબ કલ્યાણ પાર્ટી સામે અમદાવાદ CID ક્રાઇમમાં ફરિયાદ: ડોનેશનમાંથી 8થી 9 ટકા કમિશન કાપી રોકડ પરત કરવાનો આક્ષેપ અમદાવાદ: CID અમદાવાદમાં રાજકીય પક્ષના નામે કથિત રીતે કરવામાં આવેલા બોગસ ડોનેશન અને ટેક્સ બચતના વ્યવહારને લઈને વધુ એક મહત્વનો મામલો સામે આવ્યો છે. સ્વતંત્રતા અભિવ્યક્તિ-ગરીબ કલ્યાણ પાર્ટી સામે અમદાવાદ CID ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ફરિયાદમાં રાજકીય દાનના નામે મોટી રકમના વ્યવહાર અને દાન આપનારાઓને કથિત રીતે કમિશન કાપીને રોકડ પરત કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે દાન આપનાર વ્યક્તિઓ પાસેથી રકમ રાજકીય ફંડ તરીકે લેવામાં આવતી હતી અને ત્યારબાદ તેમાં આશરે 8થી 9 ટકા કમિશન કાપીને બાકીની રકમ કથિત રીતે રોકડ સ્વરૂપે પરત કરવામાં…