પાલનપુરની ૮ વર્ષની નિક્ષા બારોટે માત્ર ૭ દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને પ્રેરણાદાયક સિદ્ધિ નોંધાવી

ગુજરાતના પાલનપુરની માત્ર ૮ વર્ષની દીકરી નિક્ષા બારોટે વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક અસાધારણ અને પ્રેરણાદાયક સાહસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. અનુભવી એવરેસ્ટર નિશાના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વિશિષ્ટ અભિયાનમાં માત્ર નિક્ષાએ ભાગ લીધો હતો. ૧૬ મેથી શરૂ થયેલી આ કપરી યાત્રા દરમિયાન નિક્ષાએ હિમાલયના કઠિન માર્ગો, અતિશય ઊંચાઈ, હાડ થીજવતી ઠંડી અને બદલાતા હવામાનના પડકારો વચ્ચે પણ હિંમત હાર્યા વગર આ ટ્રેક પૂર્ણ કર્યો હતો. ૧૬ મે ૨૦૨૬ના રોજ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ આ રોમાંચક ટ્રેકિંગની શરૂઆત થઈ હતી.

ટ્રેકના પ્રથમ દિવસે પાખડિંગ અને ત્યારબાદ નામચે બજાર સુધીની યાત્રા કરવામાં આવી હતી, જ્યાં શરીરને ઊંચાઈવાળા વાતાવરણને અનુકૂળ (એક્લિમેટાઇઝેશન) બનાવવા માટે એક દિવસનો વિરામ રાખવામાં આવ્યો હતો. ત્યાંથી આગળ વધીને નિક્ષા ટેંગબોચે, ડિંગબોચે, લોબુચે અને ગોરક્ષેપ જેવા અત્યંત દુર્ગમ વિસ્તારો પાર કરીને આખરે ૨૨ મેના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવામાં સફળ રહી હતી. લુકલા ખાતે આશરે ૨,૮૬૦ મીટરથી શરૂ થયેલી આ યાત્રા બેઝ કેમ્પના આશરે ૫,૩૬૪ મીટર (૧૭,૫૯૮ ફૂટ)ની ઊંચાઈએ પૂર્ણ થઈ હતી.

નિક્ષાના પિતા નીલેશ બારોટે જણાવ્યું હતું કે, સમગ્ર અભિયાન અંદાજે ૧૩૦ કિલોમીટરથી વધુનું રહ્યું હતું, જેને નિક્ષાએ માત્ર એક સપ્તાહમાં પૂર્ણ કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ ટ્રેક દરમિયાન તેને માઈનસ ડિગ્રી ઠંડી, ઓક્સિજનની ઓછી માત્રા, પથ્થરીલા અને જોખમી રસ્તાઓ લાંબા સમય સુધી ટ્રેકિંગ કરવા જેવા અનેક કઠિન પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ અભિયાનની સૌથી મોટી વિશેષતા એ રહી કે, નિક્ષાએ બેઝ કેમ્પ પર પહોંચીને યોગ કર્યા હતા અને ગર્વભેર રાષ્ટ્રગાન ગાઈને ત્યાં ઉપસ્થિત લોકોમાં દેશભક્તિનો અનોખો માહોલ સર્જી દીધો હતો.

આ ઐતિહાસિક સફળતાની સાથે નિક્ષાએ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની જાળવણી માટે સંદેશાઓ પણ આપ્યા હતા. તેણે બેઝ કેમ્પ પરથી Save Nature, Save Himalayas, Every Child Should Plant a Tree (દરેક બાળકે એક વૃક્ષ વાવવું જોઈએ) અને Fit India, Green India (ફિટ ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા) જેવા સાર્થક પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને વૈશ્વિક સ્તરે પર્યાવરણ જાગૃતિનો પ્રસાર કર્યો હતો. નાની ઉંમરે પર્યાવરણ પ્રત્યેની તેની આ સંવેદનશીલતાએ સૌના દિલ જીતી લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, નિક્ષા બારોટ નાની ઉંમરથી જ સાહસિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. આ પહેલાં માત્ર ૬ વર્ષની ઉંમરે તેણે ઉત્તરાખંડનો કઠિન ‘કેદારકાંઠા ટ્રેક’ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેણે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની અંદાજે ૪,૫૫૬ કિલોમીટર લાંબી “Pedal to Plant” સાયકલ યાત્રામાં ભાગ લઈ વૃક્ષારોપણનો સંદેશ આપ્યો હતો. આ પ્રશંસનીય પર્યાવરણીય કામગીરી બદલ ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ તેને જિલ્લા સ્તરે સન્માનિત પણ કરવામાં આવી હતી, અને હવે એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક તેની સાહસિક સફરનું વધુ એક ગૌરવશાળી છોગું બન્યું છે.

 

 

 

  • Related Posts

    Janmashtami: જગતના નાથનો જન્મોત્સવ: કાનુડાની વાંસળી, મોરપંખ અને સુદર્શન ચક્ર પાછળ શું છે રહસ્ય? જાણો પૂજા વિધિ-મંત્રો

    ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી…’ આજે દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. આ દિવસને Janmashtami તરીકે ઉજવવામાં આવે છે. મંદિરોમાં વિશેષ શણગાર, ભજન-કીર્તન, પૂજા અને મધરાત્રિના જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર તરીકે માનવામાં આવે છે. તેમની બાળલીલા, ગીતા ઉપદેશ અને ધર્મની સ્થાપનાની કથાઓ ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે. Janmashtamiના દિવસે ભક્તો ઉપવાસ રાખીને મધરાત્રે કાનુડાની પૂજા કરે છે. Janmashtamiની પૂજાનું મુહૂર્ત Janmashtamiની પૂજા માટે મધરાત્રિનો સમય સૌથી વિશેષ માનવામાં આવે છે, કારણ કે ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધરાત્રિએ થયો હતો. ઘણા ભક્તો દિવસ દરમિયાન ઉપવાસ રાખે છે અને રાત્રે 12 વાગ્યે…

    Dwarka Janmashtami 2026, દ્વારકા જન્માષ્ટમી, Spectacular દ્વારકાધીશ મંદિર, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, Janmashtami Celebration Dwarka

    Dwarka માં આજે જન્માષ્ટમીનો મહોત્સવ: દ્વારકાધીશના દર્શન માટે ભક્તોનો ઘસારો, મધરાત્રે થશે શ્રીકૃષ્ણ જન્મોત્સવ Dwarka , 4 સપ્ટેમ્બર 2026: ભગવાન શ્રીકૃષ્ણની નગરી Dwarka માં આજે જન્માષ્ટમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. યાત્રાધામ દ્વારકા સ્થિત જગતમંદિર દ્વારકાધીશમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચ્યા છે અને સમગ્ર દ્વારકા નગરી ભક્તિના રંગે રંગાઈ છે. 2026માં જન્માષ્ટમીનો મુખ્ય પર્વ શુક્રવાર, 4 સપ્ટેમ્બરે ઉજવાઈ રહ્યો છે. ->દ્વારકાધીશ મંદિરને ભવ્ય શણગાર : જન્માષ્ટમીને લઈને દ્વારકાધીશ મંદિરને રોશની અને ફૂલો સહિતના શણગારથી સજાવવામાં આવ્યું છે. ભગવાન દ્વારકાધીશના વિશેષ શૃંગાર અને દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Dwarka ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું પવિત્ર યાત્રાધામ છે અને ચાર ધામ પૈકીનું એક માનવામાં આવે…