રશિયાએ યુક્રેન પર કર્યો હાયપરસોનિક મિસાઈલ હુમલો, યુરોપમાં વધ્યો તણાવ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ખતરનાક તબક્કામાં પ્રવેશ્યું છે. રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કરતા પરમાણુ ક્ષમતા ધરાવતી ‘ઓરેશ્નિક’ હાયપરસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ ઘટનાએ યુરોપ સહિત વિશ્વભરમાં ચિંતા વધારી દીધી છે.

યુદ્ધમાં નવો અને ભયાનક વળાંક
રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે યુક્રેન દ્વારા રશિયન સરહદ નજીક નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. હુમલા દરમિયાન રશિયાએ ઓરેશ્નિક ઉપરાંત ઇસ્કાન્દર, કિન્ઝલ અને ઝિર્કોન જેવી અદ્યતન બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલનો પણ ઉપયોગ કર્યો હતો. રશિયાએ પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે આ હુમલામાં હાયપરસોનિક મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

યુરોપિયન દેશોમાં ફફડાટ
રશિયાના આ પગલાં બાદ ફ્રાન્સ અને યુરોપિયન યુનિયન સહિતના દેશોએ કડક પ્રતિક્રિયા આપી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે “નાગરિકો પર રશિયાના હુમલા ચાલુ છે. ફ્રાન્સ ઓરેશ્નિક મિસાઈલના ઉપયોગની કડક નિંદા કરે છે.” યુરોપિયન યુનિયનના વિદેશ નીતિ વડા કાજા કલ્લાસે રશિયા પર “પરમાણુ બ્લેકમેલિંગ” કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે યુદ્ધના મેદાનમાં દબાણ વધતા રશિયા હવે શહેરો અને નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.

600 ડ્રોન અને 90 મિસાઈલથી હુમલો
યુક્રેનની એરફોર્સના જણાવ્યા મુજબ, આ યુદ્ધનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો હતો. રશિયાએ એકસાથે આશરે 600 ડ્રોન-90 મિસાઈલ
લોન્ચ કરી હતી.

યુક્રેનનો દાવો છે કે તેની ડિફેન્સ સિસ્ટમ દ્વારા 549 ડ્રોન અને 55 મિસાઈલને હવામાં જ નષ્ટ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલીક બેલિસ્ટિક મિસાઈલ શહેરોમાં ત્રાટકી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીના જણાવ્યા અનુસાર, ઓરેશ્નિક મિસાઈલ કીવ વિસ્તારના બિલા ત્સેરક્વા શહેરમાં ત્રાટકી હતી. હુમલામાં રહેણાંક વિસ્તારો, શાળાઓ, શોપિંગ સેન્ટરો અને વેરહાઉસને ભારે નુકસાન થયું છે. અહેવાલો મુજબ આ હુમલામાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે.

કેટલી ખતરનાક છે ‘ઓરેશ્નિક’ મિસાઈલ?
‘ઓરેશ્નિક’ મધ્યમ અંતરની હાયપરસોનિક બેલિસ્ટિક મિસાઈલ છે, જે પરમાણુ તેમજ પરંપરાગત બંને પ્રકારના હથિયારો લઈ જવા સક્ષમ છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અગાઉ દાવો કરી ચૂક્યા છે કે આ મિસાઈલની ઝડપ મેક 10થી પણ વધુ છે, એટલે કે અવાજની ગતિ કરતાં લગભગ 10 ગણી ઝડપે આગળ વધી શકે છે. આટલી ઊંચી ઝડપને કારણે હાલની મોટાભાગની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે તેને અટકાવવી અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે.

બંકરોને પણ કરી શકે છે નષ્ટ
રશિયાના જણાવ્યા મુજબ, ઓરેશ્નિક મિસાઈલ જમીનની અંદર આવેલા ઊંડા બંકરોને પણ નિશાન બનાવી શકે છે. સામાન્ય હથિયારો સાથે પણ તે પરમાણુ હુમલા જેવી ભારે તબાહી મચાવવાની ક્ષમતા ધરાવે છે. રશિયાએ આ મિસાઈલનો પ્રથમ ઉપયોગ નવેમ્બર 2024માં યુક્રેનના ડીનિપ્રો વિસ્તારમાં કર્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2026માં પશ્ચિમી લ્વીવ વિસ્તારમાં પણ તેનો ઉપયોગ થયો હતો.

 

 

 

  • Related Posts

    ચૂંટણી પંચે દિલ્હી અને મહારાષ્ટ્રમાં SIRની સમયમર્યાદા લંબાવી, નવી તારીખો નક્કી કરી…..

    નવી દિલ્હી : ચૂંટણી પંચે મતદાર યાદીના Special Intensive Revision (SIR) એટલે કે વિશેષ સઘન પુનરીક્ષણને લઈને દિલ્હી અને મહારાષ્ટ્રના મતદારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે બંને રાજ્યોમાં મતદાર યાદી અંગે દાવા અને વાંધા રજૂ કરવાની સમયમર્યાદા લંબાવી છે. દિલ્હી માટે હવે દાવા-વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2026 અને મહારાષ્ટ્ર માટે 12 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે. સાથે જ નોટિસ તથા દાવા-વાંધાના નિકાલ માટે પણ નવી સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી એવા મતદારોને વધુ સમય મળશે જેમના નામ, વિગતો અથવા અગાઉના રેકોર્ડ સાથે સંબંધિત કોઈ વિસંગતિ સામે આવી છે અને જેમને પોતાની માહિતી અંગે દાવો કે વાંધો નોંધાવવાનો છે. દિલ્હીમાં 30 ઓક્ટોબર સુધી દાવા-વાંધા ચૂંટણી પંચના…

    Ahmedabad : 14 મહિલાઓ ફોન પર જાળ બિછાવી ખેડૂતોને ફસાવતી, રાજકોટ-Ahmedabadમાં ઓફિસ ખોલી લોનના નામે છેતરપિંડી Protection

    14 મહિલાઓ ફોન પર જાળ બિછાવી ખેડૂતોને ફસાવતી, રાજકોટ-Ahmedabadમાં ઓફિસ ખોલી લોનના નામે છેતરપિંડી Ahmedabad ગુજરાતમાં ખેડૂતોને સરળતાથી લોન અપાવવાની લાલચ આપી તેમની પાસેથી જમીનના દસ્તાવેજો અને લાખો રૂપિયા પડાવતી ટોળકી સામે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફરિયાદ અને પ્રાથમિક તપાસ મુજબ, આ કથિત ટોળકીમાં 14 મહિલાઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. ફોન પર વાત કરીને ખેડૂતોને લોન અપાવવાની ખાતરી આપવામાં આવતી અને ત્યારબાદ તેમને અલગ-અલગ પ્રક્રિયાના નામે ઓફિસે બોલાવવામાં આવતા હોવાનો આક્ષેપ છે.આ કથિત છેતરપિંડીનું નેટવર્ક રાજકોટ અને Ahmedabadમાં ઓફિસ મારફતે ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. તપાસ દરમિયાન 8 જિલ્લાઓના 32 જેટલા ખેડૂતોના દસ્તાવેજો મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા દસ્તાવેજો, બેંક વ્યવહારો, ફોન કોલ્સ અને આરોપીઓ વચ્ચેના…