અમદાવાદમાં RBIની કરન્સી ચેસ્ટમાંથી ₹8.70 કરોડની ચોરીનો પર્દાફાશ, CCTVમાં કેદ થયો બેંક કર્મીનો કારનામો

અમદાવાદના ગાંધી રોડ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની RBI કરન્સી ચેસ્ટમાંથી થયેલી ₹8.70 કરોડની ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. તપાસ દરમિયાન સામે આવેલા CCTV ફૂટેજમાં બેંકનો કસ્ટોડિયન ભંગારના ખોખાની આડમાં કરોડો રૂપિયાની રોકડ બેંક બહાર લઈ જતો જોવા મળ્યો છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી હરસિદ્ધ કડિયાર સહિત તેના બે સાગરીતોની ધરપકડ કરી છે અને સમગ્ર કૌભાંડ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ભંગારના બહાને બહાર કાઢી કરોડોની રકમ
પોલીસ તપાસ અનુસાર, 13 જાન્યુઆરી 2026ની રાત્રે આ સમગ્ર ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપી હરસિદ્ધ કડિયારે સુલતાન અને ઝુલ્ફીકાર નામના બે સાગરીતોની મદદથી બેંકમાંથી ચલણી નોટોથી ભરેલા ખોખા બહાર કાઢ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આરોપી સિક્યુરિટી સ્ટાફને “ભંગાર વેચવાનો છે” એવું કહી ગેરમાર્ગે દોરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ખોખાઓમાં ભરેલી રોકડ બેંકની બહાર ખસેડવામાં આવી હતી.

કરોડોની રોકડ અને સંપત્તિ જપ્ત
પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી પાસેથી અંદાજે ₹2.20 કરોડની રોકડ જપ્ત કરી છે. જ્યારે અન્ય બે આરોપીઓ પાસેથી ₹40 થી ₹50 લાખ જેટલી રકમ મળી આવી હોવાનું કહેવાય છે. તપાસમાં સામે આવ્યું છે કે ચોરી બાદ આરોપીએ વૈભવી જીવન જીવવાનું શરૂ કર્યું હતું. તેણે:
– ₹2 કરોડનો બંગલો ખરીદ્યો
– ₹1.40 કરોડની દુકાન લીધી
– ₹15 લાખનો ‘છોટા હાથી’ ટેમ્પો ખરીદ્યો
– સહકર્મી વૈશાલીને મકાન માટે ₹23 લાખ આપ્યા
– ₹1 કરોડથી વધુનું રોકાણ ક્રિપ્ટોકરન્સીમાં કર્યું

અન્ય કર્મચારીઓની સંડોવણીની તપાસ
પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ સમગ્ર કૌભાંડમાં બેંકના અન્ય કોઈ કર્મચારીઓ પણ સામેલ હતા કે નહીં. CCTV ફૂટેજ અને નાણાકીય ટ્રાન્ઝેક્શનના આધારે વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં બનેલી આ મોટી ચોરીએ બેંકિંગ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઉભા કર્યા છે.

 

 

 

  • Related Posts

    દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 3,745 લોકોનું રેસ્ક્યૂ, 1,201 રસ્તા બંધ, 15 ડેમ હાઇ ઍલર્ટ પર

    દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં અતિભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 3,745 લોકોનું રેસ્ક્યૂ, 9,929 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું…

    અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

    ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદે ભારે…