માર્કો રૂબિયોનો ભારત પ્રવાસ, મોદી સાથે બેઠકમાં ઉર્જા સુરક્ષા પર ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને ઉર્જા સુરક્ષા, વૈશ્વિક તેલ બજાર અને દ્વિપક્ષીય વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

બેઠક બાદ અમેરિકી પક્ષે ઈરાનના વર્તમાન વલણને લઈને કડક વલણ વ્યક્ત કર્યું છે. અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ ખાડીની સ્થિતિ વચ્ચે વૈશ્વિક ઉર્જા બજારને કોઈ એક દેશની દાદાગીરી હેઠળ બંધક બનવા દેવામાં નહીં આવે. સાથે જ ભારતને ખાતરી આપવામાં આવી છે કે ઉર્જા પુરવઠો સ્થિર અને વૈવિધ્યસભર રાખવા માટે અમેરિકા સહકાર વધારશે.

આ મુલાકાત દરમિયાન ભારત-અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોને વધુ વિસ્તૃત કરવાની દિશામાં પણ ચર્ચા થઈ. બંને દેશોએ 2030 સુધી દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક રાખતા ‘Mission 500’ પર ભાર મૂક્યો છે. આ અંતર્ગત ડિફેન્સ, સેમિકન્ડક્ટર અને હાઈ-ટેક ક્ષેત્રોમાં સહકાર વધારવાની યોજના છે.

અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો પોતાના ચાર દિવસના ભારત પ્રવાસે છે. તેમણે પ્રવાસની શરૂઆત કોલકાતાથી કરી હતી, જ્યાં તેઓ મધર ટેરેસા દ્વારા સ્થાપિત ‘મધર હાઉસ’ની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ તેઓ નવી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં પીએમ મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.

આ બેઠક આગામી ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક પહેલાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશ મંત્રીઓ ભાગ લેશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને સહકાર વધારવાનો છે.

વિશ્લેષકોના મતે, ભારત-અમેરિકા વચ્ચેની આ મુલાકાત ઉર્જા સુરક્ષા અને વૈશ્વિક રાજકારણના બદલાતા સમીકરણોમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

 

 

 

  • Related Posts

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

    નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

    -> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…