સોશિયલ મીડિયા પર છવાઈ ‘કોકરોચ જનતા પાર્ટી’, જાણો કોણ છે તેનો સ્થાપક અને શું છે એજન્ડા

સોશિયલ મીડિયા પર હાલ ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામની વર્ચ્યુઅલ પાર્ટી ભારે ચર્ચામાં છે. ખાસ કરીને Instagram પર આ પાર્ટીએ ટૂંકા સમયમાં જ 1 કરોડથી વધુ ફોલોઅર્સ મેળવીને યુવાનોમાં ભારે લોકપ્રિયતા મેળવી છે.

કોણ છે કોકરોચ જનતા પાર્ટીનો સ્થાપક?
કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત પુણેના રહેવાસી અભિજીત દીપકે દ્વારા કરવામાં આવી છે. અભિજીતે પુણેમાંથી જર્નાલિઝમમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સ (PR) માં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. અભિજીત વર્ષ 2020થી 2023 દરમિયાન આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા અને સોશિયલ મીડિયા તેમજ ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી હતી. ખાસ કરીને 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન મીમ આધારિત ડિજિટલ કેમ્પેઇનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હોવાનું માનવામાં આવે છે.

CJIની ટિપ્પણી બાદ ચર્ચામાં આવી પાર્ટી
કહેવાય છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ Surya Kantની એક ટિપ્પણી બાદ આ પાર્ટી ચર્ચામાં આવી હતી. જોકે બાદમાં તેમની ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવાનું પણ સ્પષ્ટ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે કોકરોચ જનતા પાર્ટી કોઈ સત્તાવાર રાજકીય પક્ષ નથી અને તેની નોંધણી Election Commission of India પાસે કરવામાં આવી નથી.

શું છે કોકરોચ જનતા પાર્ટીનો એજન્ડા?
પાર્ટી પોતાની પોસ્ટ્સમાં હાસ્ય અને મીમ્સ દ્વારા યુવાનોના મુદ્દાઓને અવાજ આપી રહી છે. પાર્ટીના જણાવ્યા મુજબ સભ્ય બનવા માટે વ્યક્તિ “બેરોજગાર, હંમેશા ઓનલાઈન, પ્રોફેશનલી બર્નઆઉટ અને આળસુ” હોવો જોઈએ. જોકે આ મજાક પાછળ ગંભીર મુદ્દાઓ પણ છુપાયેલા છે. કોકરોચ જનતા પાર્ટી યુવા બેરોજગારી, પરીક્ષા પેપર લીક, સિસ્ટમમાં પારદર્શિતા અને રાજકીય પ્રતિનિધિત્વ જેવા મુદ્દાઓ ઉઠાવી રહી છે. પાર્ટીએ ટૂંક સમયમાં જનરેશન-Z વર્ચ્યુઅલ સમિટ યોજવાની પણ જાહેરાત કરી છે.

મેનિફેસ્ટોમાં શું શું માંગણીઓ?
પાર્ટીના ઓનલાઈન મેનિફેસ્ટોમાં કેટલાક મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:
– નિવૃત્તિ બાદ મુખ્ય ન્યાયાધીશોને રાજકીય પદોથી દૂર રાખવા
– મહિલાઓ માટે 50 ટકા અનામત
– મીડિયાની સ્વતંત્રતા
– પક્ષપલટો કરનાર નેતાઓ પર 20 વર્ષનો પ્રતિબંધ

સોશિયલ મીડિયા પર યુઝર્સ બે ભાગમાં વહેંચાયા
આ અનોખી વર્ચ્યુઅલ પાર્ટીને લઈને સોશિયલ મીડિયા યુઝર્સમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક વર્ગનું માનવું છે કે આ માત્ર “મીમ પોલિટિક્સ” છે અને સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ છે. જ્યારે બીજા વર્ગનું કહેવું છે કે લાંબા સમય બાદ કોઈ પ્લેટફોર્મ યુવાનોની ભાષામાં તેમની સમસ્યાઓ અને ચિંતાઓને અસરકારક રીતે રજૂ કરી રહ્યું છે.

 

 

 

  • Related Posts

    ઢાઢર નદીના બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થવાના આક્ષેપ, ₹500ની કથિત લેવડદેવડનો video સામે આવતા ખળભળાટ

    ગુજરાતમાં બ્રિજ અને જાહેર માર્ગોની સલામતીને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ઢાઢર નદીના એક બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપો સાથેનો video સોશિયલ મીડિયા પર સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, વીડિયોને લઈને ₹500ની કથિત લેવડદેવડના આક્ષેપો પણ ચર્ચામાં આવ્યા છે. આ video સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને ખળભળાટ મચ્યો છે. જોકે, સામે આવેલા આક્ષેપો અને videoમાં દર્શાવવામાં આવેલી બાબતોની સત્તાવાર તપાસ અથવા સ્વતંત્ર પુષ્ટિ અંગે હાલ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. તેથી સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સામે આવશે કે ઓવરલોડ વાહનોને નિયમવિરુદ્ધ રીતે પસાર થવા દેવામાં આવ્યા હતા કે નહીં અને ₹500ની કથિત લેવડદેવડ ખરેખર થઈ હતી કે કેમ. ઢાઢર…

    Dholka : ખેડૂતો મેદાને: ધોળકામાં પ્રદૂષિત પાણીના વિરોધમાં વિશાળ રેલી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું સમર્થન 2026

    Dholkaમાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની મહારેલી: 5 ગામના ખેડૂતોનો વિરોધ, જિગ્નેશ મેવાણીનું સમર્થન; ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માગ અમદાવાદ જિલ્લાના Dholka તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. 24 સપ્ટેમ્બરે પાંચ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી નગરપાલિકાનું ગંદુ પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી વિસ્તારની ખેતીની જમીન અને ભૂગર્ભજળને અસર કરી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પ્રદૂષિત પાણીનો કાયમી નિકાલ, અસરગ્રસ્ત જમીનનું…