બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનને ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સલામત

Air Indiaની દિલ્હીથી બેંગલુરુ જતી ફ્લાઈટ AI2651 સાથે બુધવારે લેન્ડિંગ દરમિયાન ‘ટેલ-સ્ટ્રાઈક’ની ઘટના બની હતી. સદભાગ્યે પાઈલટની સતર્કતા અને કુશળતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને વિમાનમાં સવાર તમામ 181 મુસાફરો તેમજ ક્રૂ સભ્યો સુરક્ષિત રહ્યા હતા. એરલાઈન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 21 મેના રોજ દિલ્હીથી ઉડાન ભરનાર ફ્લાઈટનું Airbus A321 બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ‘ગો-અરાઉન્ડ’ પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન વિમાનના પાછળના ભાગનો રનવે સાથે સંપર્ક થતાં ‘ટેલ-સ્ટ્રાઈક’ની ઘટના બની હતી.

ઘટના બાદ વિમાનને તાત્કાલિક વધુ તકનિકી તપાસ માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. આ કારણે બેંગલુરુથી દિલ્હી જતી પરતની ફ્લાઈટ AI2652 પણ રદ કરવામાં આવી હતી. અસરગ્રસ્ત મુસાફરો માટે એરલાઈન દ્વારા વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મુસાફરોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. એરલાઈનનું કહેવું છે કે મુસાફરોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે.

તાજેતરના સમયમાં એર ઈન્ડિયાની કેટલીક ફ્લાઇટ્સ સાથે જોડાયેલી ઘટનાઓ સામે આવતા મુસાફરોમાં સુરક્ષા અંગે ચિંતા વધી રહી છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું એરલાઈન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

 

 

 

  • Related Posts

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

    નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

    -> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…