ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલમાં હવે 30% સુધી ઈથેનોલ મિશ્રણ મંજૂર

Bureau of Indian Standards (BIS) દ્વારા પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ અંગે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ હવે પેટ્રોલમાં 30 ટકા સુધી ઈથેનોલ મિશ્રણ કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી પેટ્રોલમાં મહત્તમ 20 ટકા સુધી ઈથેનોલ મિશ્રણ કરવામાં આવતું હતું.

કેન્દ્ર સરકારે 15 મે 2026ના રોજ આ નિર્ણયને મંજૂરી આપ્યા બાદ BISએ E22, E25, E27 અને E30 જેવા નવા ઈથેનોલ મિશ્રણ માટે ગુણવત્તા ધોરણો અને માપદંડો નક્કી કર્યા છે. આ પગલું ભારતના બાયોફ્યુઅલ અને ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

સરકાર લાંબા સમયથી પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવા પર ભાર મૂકી રહી હતી. નવા નિયમોથી દેશમાં ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. સાથે જ પ્રદૂષણમાં ઘટાડો, વૈકલ્પિક ઈંધણના ઉપયોગમાં વધારો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ નિર્ણયથી ખાસ કરીને ખાંડ ઉદ્યોગ અને બાયોફ્યુઅલ ક્ષેત્રને મોટો લાભ મળવાની શક્યતા છે. ઈથેનોલ ઉત્પાદન વધતા શેરડી આધારિત ઉદ્યોગોને નવી તક મળશે, જ્યારે દેશની ઊર્જા સુરક્ષા પણ વધુ મજબૂત બનશે.

All India Distillers Association (AIDA)એ પણ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. સંસ્થાના અધ્યક્ષ વિજેન્દર સિંહએ જણાવ્યું કે BIS દ્વારા E22થી E30 ફ્યૂલ્સ માટે જાહેર કરાયેલા ધોરણો માત્ર નિયમો નહીં પરંતુ ભારતની ભાવિ ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું છે. નિષ્ણાતો માને છે કે ઈથેનોલ મિશ્રણ વધારવાથી આયાતી ઈંધણ પરનો ખર્ચ ઘટશે અને “આત્મનિર્ભર ભારત” અભિયાનને પણ વધુ ગતિ મળશે.

 

 

 

  • Related Posts

    Dholka : ખેડૂતો મેદાને: ધોળકામાં પ્રદૂષિત પાણીના વિરોધમાં વિશાળ રેલી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું સમર્થન 2026

    Dholkaમાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની મહારેલી: 5 ગામના ખેડૂતોનો વિરોધ, જિગ્નેશ મેવાણીનું સમર્થન; ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માગ અમદાવાદ જિલ્લાના Dholka તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. 24 સપ્ટેમ્બરે પાંચ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી નગરપાલિકાનું ગંદુ પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી વિસ્તારની ખેતીની જમીન અને ભૂગર્ભજળને અસર કરી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પ્રદૂષિત પાણીનો કાયમી નિકાલ, અસરગ્રસ્ત જમીનનું…

    Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા

    Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા Gandhinagar મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીને લઈને અંતિમ તબક્કાની ચર્ચાઓ ચાલી રહી છે.આ દરમિયાન ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં Gandhinagar મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે મંથન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અહેવાલો મુજબ ભાજપ આ વખતે સંપૂર્ણ ‘નો રિપીટ થીયરી’ અપનાવવાને બદલે મોટા ભાગના વોર્ડમાં નવા ચહેરાઓને તક આપવાની દિશામાં આગળ વધી શકે છે. -> 44 બેઠકો માટે 700થી વધુ દાવેદારો :…