હાજી અલી હુમલા વચ્ચે ઇન્ડીયન નેવી એક્શનમાં: હોર્મુઝ સ્ટ્રેટમાંથી બે LPG જહાજોને સુરક્ષિત એસ્કોર્ટ કરાયા

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને દરિયાઈ સુરક્ષાની ચિંતાઓ વચ્ચે ઇન્ડીયન નેવીએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા બે LPG જહાજોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ કરીને મહત્વપૂર્ણ કામગીરી અંજામ આપી છે. છેલ્લા બે દિવસમાં વિદેશી ધ્વજવાળા પરંતુ ભારત માટે LPG લઈ આવતા બે જહાજોને ભારતીય નૌસેનાએ સુરક્ષિત માર્ગદર્શન આપ્યું હતું.

માર્શલ આઇલેન્ડ્સના ધ્વજવાળું LPG જહાજ ‘SYMI’ 13 મેના રોજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ આગળ વધ્યું હતું. અંદાજે 19,965 મેટ્રિક ટન LPG લઈને આવતું આ જહાજ 16 મે સુધીમાં ગુજરાતના કંડલા બંદરે પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે વિયેતનામના ધ્વજવાળું ‘સનશાઇન’ નામનું LPG જહાજ 14 મેના રોજ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ આગળ વધ્યું હતું. 46,487 મેટ્રિક ટન LPG લઈને આવતું આ જહાજ 18 મે સુધીમાં ન્યૂ મેંગલોર બંદરે પહોંચે તેવી માહિતી મળી છે.

પોર્ટ અને શિપિંગ મંત્રાલયના અધિકારી મુકેશ મંગલના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ 13 તેલ અને ગેસ વહન કરતા જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે. તેમાં 12 LPG જહાજો અને એક ક્રૂડ ઓઇલ ટેન્કરનો સમાવેશ થાય છે. સંઘર્ષ શરૂ થયા બાદ ઇન્ડીયન નેવી સતત જહાજો સાથે સંપર્કમાં રહી તેમને નેવિગેશન અને કોમ્યુનિકેશન સપોર્ટ પૂરો પાડી રહી છે.

આ દરમિયાન ભારતીય કાર્ગો જહાજ ‘હાજી અલી’ પર થયેલા હુમલાએ પણ ચિંતા વધારી છે. ઓમાનના દરિયાકાંઠા નજીક શંકાસ્પદ ડ્રોન હુમલા બાદ જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર પર નોંધાયેલ આ જહાજ સોમાલિયાથી શારજાહ જઈ રહ્યું હતું અને તેમાં પશુધન સાથે 14 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. સદનસીબે ઓમાની અધિકારીઓએ તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા અને તેમને ટૂંક સમયમાં ભારત પરત મોકલવામાં આવશે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડીયન નેવીએ પર્સિયન ગલ્ફ વિસ્તારમાં વધારાની ટાસ્ક ફોર્સ પણ તૈનાત કરી છે. નૌસેના સીધા પર્સિયન ગલ્ફમાં પ્રવેશ કરતી નથી, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ અને ગલ્ફ ઓફ ઓમાન વિસ્તારમાં ભારતીય જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સક્રિય રીતે કામગીરી કરી રહી છે. જહાજો સ્ટ્રેટ પાર કર્યા બાદ ભારતીય યુદ્ધજહાજો તેમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સંભાળી તેમને સુરક્ષિત રીતે ભારતીય બંદરો સુધી પહોંચાડી રહ્યા છે.

 

 

  • Related Posts

    UDPના 8 MLA ભાજપમાં જોડાયા, મેઘાલયમાં ભાજપ બીજો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો….

    નવી દિલ્હી : મેઘાલયની રાજનીતિમાં બુધવારે મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના 8 MLA ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે આ MLAનું પાર્ટીમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પક્ષપલટા બાદ 60 સભ્યોની મેઘાલય વિધાનસભામાં ભાજપની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે, જેના કારણે ભાજપ હવે સત્તાધારી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) બાદ રાજ્યનો બીજો સૌથી મોટો પક્ષ બની ગયો છે. બીજી તરફ, આઠ MLAના પક્ષપલટા બાદ UDPની સંખ્યા ઘટીને 4 MLA પર આવી ગઈ છે. ભાજપ અને UDP બંને હાલ NPPના નેતૃત્વવાળા મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA) સરકારના ઘટક પક્ષો છે. આથી આ ફેરફારથી માત્ર વિપક્ષી રાજકારણ જ નહીં પરંતુ સત્તાધારી ગઠબંધનની અંદરની રાજકીય ગણિતમાં પણ ફેરફાર આવ્યો છે. દિલ્હીમાં…

    LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

    નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…