ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની મોટી પહેલ: દેવકા-જામ્બોરી બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’

પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને ઈંધણનો ઓછો ઉપયોગ કરી ટકાઉ જીવનશૈલી અપનાવવા અપીલ કરી છે. સાથે જ વિવિધ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

પ્રશાસન દ્વારા લેવામાં આવેલા સૌથી મોટા નિર્ણય મુજબ દમણના પ્રખ્યાત દરિયાકિનારા દેવકા ખાતેનો ‘નમો પથ’ અને જામ્બોરીનો ‘રામ સેતુ’ વિસ્તાર 18 મે 2026થી ‘નો વ્હીકલ ઝોન’ તરીકે વિકસાવવામાં આવશે. આ વિસ્તારોમાં હવે માત્ર સાઇકલ, ઇલેક્ટ્રિક વાહનો અને પદયાત્રીઓને જ પ્રવેશ મળશે. પ્રશાસને લોકોને પ્રદૂષણમુક્ત વાતાવરણ જાળવવા સહકાર આપવા વિનંતી કરી છે.

ઈંધણ બચાવવા માટે જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દમણમાં ગામડાઓને જોડતા નવા બસ રૂટ શરૂ કરાયા છે અને સરકારી કર્મચારીઓ સહિત સામાન્ય નાગરિકોને ખાનગી વાહનોના બદલે બસ સેવા ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ શક્ય હોય ત્યાં ‘વર્ક ફ્રોમ હોમ’ પદ્ધતિ અપનાવી દૈનિક મુસાફરી ઘટાડવા પર ભાર મૂકાયો છે.

વહીવટીતંત્રે કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પણ પ્રોત્સાહિત કર્યું છે. રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે એક જ વાહનમાં ભાગીદારીમાં મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.

રસોડાથી લઈને ખેતી સુધી પણ બદલાવ લાવવા પ્રશાસને અપીલ કરી છે. LPG સિલિન્ડરની જગ્યાએ વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ PNG ગેસ જોડાણનો ઉપયોગ કરવા જણાવ્યું છે. ઉપરાંત પરિવારોને ખાદ્ય તેલનો ઓછો ઉપયોગ કરવા અને ખેડૂતોને રાસાયણિક ખાતરના બદલે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આર્થિક સમજદારીના ભાગરૂપે લોકોને હાલ પૂરતા બિનજરૂરી સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ ટાળવાની સલાહ પણ આપવામાં આવી છે. પ્રશાસનનું માનવું છે કે આવા પગલાંથી ઈંધણ બચત સાથે પર્યાવરણનું સંરક્ષણ અને દેશહિતમાં યોગદાન મળી શકશે.

 

 

  • Related Posts

    LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

    નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…

    FBIની સિસ્ટમમાં ઘૂસણખોરીનો દાવો: ‘લગભગ તમામ’ એજન્ટોની માહિતી ચોરી હોવાનો Hacker જૂથનો દાવો….

    વોશિંગ્ટન : અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ તપાસ એજન્સીઓમાંની એક FBI (Federal Bureau of Investigation) સાથે જોડાયેલો મોટો સાયબર સુરક્ષા વિવાદ સામે આવ્યો છે. ShinyHunters નામના સાયબર ક્રાઇમ જૂથે દાવો કર્યો છે કે તેણે FBIની સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને મોટી સંખ્યામાં વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ તેમજ FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોનો સંવેદનશીલ ડેટા મેળવી લીધો છે. Hacker જૂથે પોતાના ડાર્ક વેબ લીક પ્લેટફોર્મ પર એવો દાવો કર્યો છે કે તેની પાસે “લગભગ તમામ FBI એજન્ટો” અને FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોની માહિતી છે. જોકે, FBIએ આ દાવાની સંપૂર્ણ પુષ્ટિ કરી નથી. અમેરિકન તપાસ એજન્સીએ માત્ર એટલું જણાવ્યું છે કે FBIjobs.govને અસર કરતી અનધિકૃત પ્રવૃત્તિ અંગે એજન્સી વાકેફ છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે. Hacker હેકર જૂથે…