વડાપ્રધાન મોદીની અપીલ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને વિવિધ અપીલ કરી હતી. ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી વિવિધ સાત અપીલના બીજા દિવસે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કરીને સૌને વડાપ્રધાનની અપીલમાં સહયોગ કરવા જણાવ્યું હતું.

આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. જોકે વડાપ્રધાનની એક વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઇએ.

વૈશ્વિક સંકટ સામે વડાપ્રધાનએ કરેલી સાત અપીલ
• જ્યાં શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા
• ખાદ્ય તેલના વપરાશમાં ઘટાડો
• એક વર્ષ માટે વિદેશ પ્રવાસને ટાળીએ
• વિદેશી ઉત્પાદનોનો વપરાશ ઘટાડીએ તથા સ્વદેશી અપનાવીએ
• પેટ્રોલ અને ડિઝલનો વપરાશ ઓછો કરીએ અને જાહેર પરિવહનનો ઉપયોગ વધારીએ
• રાસાયણિક ખાતર પર નિર્ભરતા ઘટાડીએ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ
• એક વર્ષ માટે સોનું ખરીદવાનુ ટાળીએ

 

 

  • Related Posts

    સુરતના અંબિકામાં મેઘ તાંડવ: 18 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર, દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ

    દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા…

    વંદે ભારત ટ્રેને રચ્યો ઇતિહાસ: સુરતથી અમદાવાદ માત્ર આટલા સમયમાં થયું જીવંત હૃદયનું સફળ પરિવહન 2026 : Success

    વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઇતિહાસ: પ્રથમ વખત જીવંત હૃદયનું સફળ પરિવહન, સુરતથી અમદાવાદ સુધી સમય સામેની જંગમાં મોટી સિદ્ધિ ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ: વંદે ભારત એક્સપ્રેસ મારફતે પ્રથમ વખત જીવંત…