કચ્છના દરિયાકાંઠે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન મોટી કાર્યવાહી, ડ્રોનના કાટમાળ અને બિનવારસી મિસાઈલ મળી

કચ્છના વ્યૂહાત્મક દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મળી છે. સર્ચ ઓપરેશન દરમિયાન અલગ-અલગ ત્રણ સ્થળોએથી શંકાસ્પદ ડ્રોનના કાટમાળ (ડેબ્રિજ) મળી આવતા સુરક્ષા તંત્ર વધુ સતર્ક બન્યું છે.

દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ
ઘટનાને પગલે પશ્ચિમ કચ્છ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ બોટ પેટ્રોલિંગ વધુ તેજ કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

છછીના દરિયાકાંઠેથી મિસાઈલ મળી
તપાસ દરમિયાન છછીના દરિયાકાંઠેથી એક બિનવારસી મિસાઈલ મળી આવતા સુરક્ષા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. આ ઉપરાંત ખિદરત ટાપુ નજીકથી સોલાર આધારિત AIS (Automatic Identification System) પણ જપ્ત કરવામાં આવી છે. AIS સિસ્ટમનો ઉપયોગ સામાન્ય રીતે દરિયાઈ માર્ગે જહાજોની ઓળખ અને ટ્રેકિંગ માટે કરવામાં આવે છે. મળેલા ડ્રોનના અવશેષો અને મિસાઈલની એફએસએલ ટીમ દ્વારા ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે.

1.55 કરોડનું ડ્રગ્સ પણ ઝડપાયું
સર્ચ ઓપરેશન દરમિયાન દરિયાકાંઠેથી મોટી માત્રામાં માદક પદાર્થો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસને બિનવારસી હાલતમાં ચરસના આશરે 62 પેકેટ મળી આવ્યા છે. ચરસના આ જથ્થાની કિંમત અંદાજે રૂ.1.55 કરોડ હોવાનું પશ્ચિમ કચ્છ પોલીસે જણાવ્યું છે.

સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
ડ્રોનના અવશેષો, મિસાઈલ અને ડ્રગ્સ મળ્યા બાદ સરહદી સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ માછીમારો અને સ્થાનિક લોકોને કોઈપણ શંકાસ્પદ હિલચાલ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં હાલ હાઈ એલર્ટ જાહેર કરીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

 

 

  • Related Posts

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

    નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

    -> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…