આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે PM મોદી, જામનગરથી સોમનાથ અને વડોદરા સુધી વ્યસ્ત કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાનના આગમનને લઈને રાજ્યભરમાં સુરક્ષા અને સ્વાગતની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

જામનગરમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ
વડાપ્રધાન મોદી આજે રાત્રે જામનગર પહોંચશે. તેમના આગમન પહેલા શહેરને રંગબેરંગી લાઇટિંગ અને સજાવટથી ઝગમગી ઉઠ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લઈને લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર માર્ગને વિશેષ રોશનીથી સજાવવામાં આવ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારો જેમ કે દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકા, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ અને મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઇટિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સર્કિટ હાઉસ સહિત સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

લાલ બંગલા સર્કલ ખાતે જન અભિવાદન કાર્યક્રમ
જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે વિશાળ જન અભિવાદન કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા લોક ડાયરો રજૂ કરવામાં આવશે. સાથે જ સૌરાષ્ટ્રની પરંપરાગત લોકકલાકૃતિઓ જેમ કે હુડો રાસ, સિદી ધમાલ, મણિયારો રાસ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

સોમનાથમાં પૂજા અને અમૃત મહોત્સવમાં હાજરી
જામનગરમાં રાત્રી રોકાણ બાદ વડાપ્રધાન મોદી રવિવારે સવારે સોમનાથ મહાદેવ મંદિરે પહોંચશે. તેઓ અહીં પૂજા-અર્ચના કરશે અને સોમનાથ વિરાસતના 75 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત ‘અમૃત મહોત્સવ’માં ભાગ લેશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં મંદિર અને આસપાસના વિસ્તારના વિકાસને નવી દિશા મળી હોવાનું માનવામાં આવે છે.

વડોદરામાં સરદાર ધામનું લોકાર્પણ
સોમનાથના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી વડોદરા પહોંચશે, જ્યાં તેઓ સરદાર ધામના નવા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વડાપ્રધાનના તમામ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને સુરક્ષા, ટ્રાફિક અને જનવ્યવસ્થાની વિશેષ તૈયારી કરવામાં આવી છે.

 

 

  • Related Posts

    ચમોલીમાં વાદળ ફાટ્યું, તમક નાળામાં અચાનક પૂરઃ પુલ તણાયો, BRO કર્મચારી લાપતા

    ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સોમવારે ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદ બાદ નીતી ઘાટીમાં આવેલા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. પાણીના તેજ પ્રવાહના કારણે મલારીથી આગળ નાળા પર બનાવવામાં આવેલો પુલ તણાઈ ગયો હતો. પુલ તણાઈ જતાં નીતી ઘાટી તરફનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ભારે વરસાદ અને અચાનક પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને નાળા તથા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ચમોલી જિલ્લામાં તમક નાળામાં અચાનક વધ્યો પાણીનો પ્રવાહ ચમોલી જિલ્લાના નીતી ઘાટી વિસ્તારમાં સોમવારે ભારે વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન વાદળ ફાટવાની ઘટના બનતા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. ચમોલી…

    ભારતીયો પર સરેરાશ રૂ. 4.77 લાખનું દેવું! 28.3 કરોડ લોકોએ લીધી લોન, ગોલ્ડ લોનમાં 600%નો ઉછાળો

    ભારતમાં સરળ હપ્તા, ડિજિટલ લોન અને ઝડપથી મળતી ક્રેડિટ સુવિધાઓના કારણે લોકોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાની રીતમાં મોટો બદલાવ આવ્યો છે. એક સમયે બચતને પ્રાથમિકતા આપતા પરિવારો હવે ઘર, વાહન, શિક્ષણ, રોજિંદા ખર્ચ અને અન્ય જરૂરિયાતો માટે લોનનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. સંસદમાં રજૂ કરાયેલા તાજેતરના આંકડાઓ દેશના વધતા વ્યક્તિગત દેવા તરફ ધ્યાન દોરે છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં યુનિક બોરોઅર્સ એટલે કે સક્રિય લોન લેનારા ગ્રાહકોની સંખ્યા 28.3 કરોડથી વધુ થઈ ગઈ છે. ઉપલબ્ધ આંકડા મુજબ વ્યક્તિદીઠ સરેરાશ દેવું આશરે રૂ. 4,77,583 સુધી પહોંચી ગયું છે. ભારતમાં પર્સનલ ક્રેડિટ રૂ. 69.39 લાખ કરોડે પહોંચ્યું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને ક્રેડિટ બ્યુરો TransUnion CIBILના ડેટાના આધારે રજૂ કરવામાં…