ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે

**
૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓની ઉપસ્થિતિ
**
ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા. ૧૧થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજરો; ૫૦ જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ, ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF) અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (AWF) ના પ્રમુખ અને જનરલ સેક્રેટરી સહિત ૫૦ વિશિષ્ટ અતિથિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક કોંગ્રેસની બેઠકો પણ ૧૨ મે, ૨૦૨૬ના રોજ અમદાવાદના ખાતે યોજાશે.

ભારતીય રમતગમત માટે આ એક પ્રતિષ્ઠિત પ્રસંગ છે કારણ કે આ ચોથી વખત IWLF ને આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન સોંપવામાંઆવ્યું છે. જે વૈશ્વિક વેઇટલિફ્ટિંગ સમુદાયમાં ભારતના વધતા કદને પુષ્ટિ આપે છે.

૨૦૧૫માં પુણે, ૨૦૨૩માં ગ્રેટર નોઇડા, ૨૦૨૫માં અમદાવાદ- એમ વિવિધ શહેરોમાં ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન કરાયું છે. જેમાં કોમનવેલ્થ ચેમ્પિયનશિપ (યુવા, જુનિયર અને સિનિયર) માટે નવા ધોરણો સ્થાપિત થયા.

અને હવે, વર્ષ ૨૦૨૬માં ગાંધીનગર યજમાન બન્યું છે. જેનાથી એશિયન દેશોમાં વેઇટલિફ્ટિંગ માટે ભારતની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બની છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષોથી ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન સતત આ દિશામાં કામ કરી રહ્યું છે: જેમાં પાયાના સ્તરે ભાગીદારીને પ્રોત્સાહન આપવાથી માંડીને ભારતીય રમતવીરોને ઉચ્ચતમ સ્તરે સ્પર્ધા કરવા અને વિશ્વભરના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે એક્સપોઝર મેળવવાની તકો ઊભી કરવામાં આવી રહી છે.

ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ એ ફક્ત એશિયન દેશો અને કોમનવેલ્થમાંથી ટોચના પ્રતિભાઓને એકસાથે લાવશે, એટલું જ નહીં, તે કોમનવેલ્થ ગેમ્સ-ગ્લાસગો માટે ક્વોલિફાયર ઇવેન્ટ પણ છે. જેથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા માટે પણ પ્રેરણા આપશે.

આ સ્પર્ધામાં એવા ચુનંદા વેઇટલિફ્ટર્સ ભાગ લેશે જેઓ પ્રતિષ્ઠિત મેડલવિજેતા છે જેમ કે; ૬ ઓલિમ્પિક રમતોના મેડલ વિજેતા, ૩૫ વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા, ૧૦ એશિયન ગેમ્સ મેડલ વિજેતા, અસંખ્ય કોમનવેલ્થ ગેમ્સ અને કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા ભાગ લેશે.

આ ચેમ્પિયનશિપનો ઉદ્ઘાટન સમારોહ તા. ૧૨ મે, ૨૦૨૬ના રોજ મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાશે.

જેમાં મોહમ્મદ હસન જલુદ, પ્રમુખ, ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનઅને ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન; મોહમ્મદ બિન યુસુફ અલ માના, પ્રમુખ, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન; મોહમ્મદ અહેમદ અલ હાર્બી, જનરલ સેક્રેટરી, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન ઉપસ્થિત રહેશે. જેનું સમગ્ર આયોજન ડૉ. સહદેવ યાદવ, પ્રમુખ, ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના નેજા હેઠળ કરવામાં આવ્યું છે.

  • Related Posts

    ચમોલીમાં વાદળ ફાટ્યું, તમક નાળામાં અચાનક પૂરઃ પુલ તણાયો, BRO કર્મચારી લાપતા

    ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સોમવારે ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદ બાદ નીતી ઘાટીમાં આવેલા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. પાણીના તેજ પ્રવાહના કારણે મલારીથી આગળ નાળા પર બનાવવામાં આવેલો પુલ તણાઈ ગયો હતો. પુલ તણાઈ જતાં નીતી ઘાટી તરફનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ભારે વરસાદ અને અચાનક પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને નાળા તથા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ચમોલી જિલ્લામાં તમક નાળામાં અચાનક વધ્યો પાણીનો પ્રવાહ ચમોલી જિલ્લાના નીતી ઘાટી વિસ્તારમાં સોમવારે ભારે વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન વાદળ ફાટવાની ઘટના બનતા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. ચમોલી…

    ઇટાલી : સિસિલીમાં માઉન્ટ એટના જ્વાળામુખી ફાટ્યો, રાખના ગોટાથી કેટાનિયા એરપોર્ટ બંધ

    ઇટાલીના સિસિલી ટાપુ પર આવેલા વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીઓ પૈકીના એક માઉન્ટ એટનામાં સોમવારે સવારે ફરી એકવાર જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો. જ્વાળામુખીમાંથી મોટા પ્રમાણમાં ધુમાડો અને રાખનું વાદળ ઊઠતાં તેની સીધી અસર નજીકના કેટાનિયા એરપોર્ટ પર પડી હતી. રાખના વાદળને કારણે વિમાન ઉડાન અને લેન્ડિંગ માટે જોખમી સ્થિતિ સર્જાતાં એરપોર્ટનું સંચાલન અસ્થાયી રીતે બંધ કરવાની ફરજ પડી હતી. માઉન્ટ એટનાની પ્રવૃત્તિ વધતાં સ્થાનિક તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. એરપોર્ટ પર પહોંચેલા મુસાફરોને પણ પરત જવાની સૂચના આપવામાં આવી હતી. ઇટાલીમાં રાખના વાદળથી ફ્લાઇટ ઓપરેશન પ્રભાવિત માઉન્ટ એટનામાંથી નીકળેલા રાખના ગોટા અને ધુમાડો વાતાવરણમાં ફેલાતા હવાઈ મુસાફરી માટે જોખમ ઊભું થયું હતું. જ્વાળામુખીની રાખ વિમાનના એન્જિન અને અન્ય મહત્વપૂર્ણ ભાગો માટે…