પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત, સુવેન્દુ અધિકારી બનશે નવા મુખ્યમંત્રી

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટો પલટો આવ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવ્યા બાદ હવે નવી સરકારની રચનાને લઈને રાજકીય હલચલ તેજ બની છે. મળતી માહિતી મુજબ ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીને રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સાંજે યોજાનારી વિધાનસભા પક્ષની બેઠક બાદ સત્તાવાર જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુવેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં મોટી રાજકીય સિદ્ધિ મેળવી છે. તેમણે ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જીને હરાવીને રાજ્યની રાજનીતિમાં પોતાનું પ્રભુત્વ વધુ મજબૂત બનાવ્યું છે. સાથે સાથે નંદીગ્રામ બેઠક પરથી પણ તેમણે સતત બીજી વખત જીત મેળવી છે. 2021ની ચૂંટણીમાં પણ તેમણે મમતાને નંદીગ્રામમાં પરાજય આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર નવી સરકારમાં ગૃહ મંત્રાલય પણ સુવેન્દુ અધિકારી પાસે જ રહેશે. રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે.

જાણીતી અભિનેત્રી અને ભાજપ નેતા રૂપા ગાંગુલીને ડેપ્યુટી સીએમ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ શકે છે. જ્યારે બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે ઉત્તર બંગાળ અને ખાસ કરીને દાર્જિલિંગ વિસ્તારના એક નેતાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

294 બેઠકો ધરાવતી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપે 207 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 80 બેઠકો સુધી સીમિત રહી છે. પરિણામે રાજ્યમાં સત્તા પરિવર્તન લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

 

 

  • Related Posts

    મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અરેબિયા વચ્ચે ઐતિહાસિક સંરક્ષણ કરાર, NATO જેવી ગઠબંધનની ચર્ચા તેજ

    પશ્ચિમ એશિયામાં વધતા સુરક્ષા પડકારો અને આંતરરાષ્ટ્રીય રાજકીય ફેરફારો વચ્ચે સાઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાને એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર કર્યો છે. મક્કામાં થયેલા આ કરારને ત્રણેય દેશો વચ્ચેના સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધોને નવી દિશા આપનાર પગલું માનવામાં આવી રહ્યું છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં વિવિધ સંઘર્ષો, સુરક્ષા જોખમો અને પ્રાદેશિક તણાવ સતત વધી રહ્યા છે. ત્રણેય દેશોએ પોતાની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા અને એકબીજા સાથે સહયોગ વધારવા માટે આ કરાર પર સહમતિ વ્યક્ત કરી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીયેના રાષ્ટ્રપતિ રજબ તૈયપ એર્દોગન, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંયુક્ત રક્ષણનો સંકલ્પ, એક પર હુમલો…

    થાઈલેન્ડની શાળામાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત 7ના મોત

    થાઈલેન્ડમાં ફરી એકવાર ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. રાજધાની બેંગકોકને અડીને આવેલા નોન થાબુરી પ્રાંતના બેંગ ક્રૂઆઈ જિલ્લામાં આવેલી એક શાળામાં શુક્રવારે અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. દેબસિરિન નોનથાબુરી સ્કૂલમાં બનેલી આ ઘટનામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત કુલ 6 લોકોના મોત થયા હતા, જ્યારે ગોળીબાર કરનાર વિદ્યાર્થીએ બાદમાં પોતાને ગોળી મારી દેતાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે બેંગકોકની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ગોળીબારથી શાળામાં મચી અફરાતફરી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શાળામાં અચાનક ગોળીઓના અવાજો સંભળાયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. એક 18 વર્ષના વિદ્યાર્થીએ જણાવ્યું કે શરૂઆતમાં તેને…