ઉત્તર કોરિયાનો ખતરનાક નિર્ણય! કિમ જોંગ ઉનની હત્યા થાય તો આપમેળે થશે પરમાણુ હુમલો

ઉત્તર કોરિયાએ પોતાની પરમાણુ નીતિમાં એવો મોટો ફેરફાર કર્યો છે, જેને કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ છે. નવી જોગવાઈ મુજબ જો દેશના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન પર હુમલો થાય અથવા તેઓ કામ કરવા અસમર્થ બને, તો ઉત્તર કોરિયાની સેના કોઈપણ સીધા આદેશ વગર આપમેળે પરમાણુ હુમલો શરૂ કરી દેશે.

દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સી NISના અહેવાલ અનુસાર, અગાઉ પરમાણુ હુમલાની સંપૂર્ણ સત્તા માત્ર કિમ જોંગ ઉન પાસે હતી. પરંતુ હવે પરમાણુ કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ પર હુમલો થાય તો તરત જ “ઓટોમેટિક ન્યુક્લિયર સ્ટ્રાઈક” શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ નિર્ણય પાછળ Iran પર થયેલા અમેરિકી અને ઈઝરાયેલી હુમલાઓ તેમજ ટોચના નેતાઓની સુરક્ષામાં થયેલા ભંગને મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. ઉત્તર કોરિયા હવે પોતાના નેતૃત્વ પર કોઈપણ હુમલાને સીધી યુદ્ધ જેવી સ્થિતિ ગણાવી રહ્યું છે.

રક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે આ નીતિ દુનિયાને પરમાણુ યુદ્ધની વધુ નજીક લઈ જઈ શકે છે. કારણ કે કોઈપણ ગેરસમજ, ટેક્નિકલ ભૂલ અથવા અચાનક સંઘર્ષનો જવાબ સીધો પરમાણુ હુમલા રૂપે મળી શકે છે. ખાસ કરીને United States અને તેના સહયોગી દેશો માટે આ મોટી ચેતવણી સમાન માનવામાં આવી રહી છે.

ઉત્તર કોરિયા છેલ્લા કેટલાક વર્ષોથી સતત પોતાના પરમાણુ કાર્યક્રમને મજબૂત બનાવી રહ્યું છે અને તે હવે પરમાણુ હથિયારોને પોતાની સુરક્ષાનો મુખ્ય આધાર ગણાવે છે.

 

 

  • Related Posts

    મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અરેબિયા વચ્ચે ઐતિહાસિક સંરક્ષણ કરાર, NATO જેવી ગઠબંધનની ચર્ચા તેજ

    પશ્ચિમ એશિયામાં વધતા સુરક્ષા પડકારો અને આંતરરાષ્ટ્રીય રાજકીય ફેરફારો વચ્ચે સાઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાને એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર કર્યો છે. મક્કામાં થયેલા આ કરારને ત્રણેય દેશો વચ્ચેના સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધોને નવી દિશા આપનાર પગલું માનવામાં આવી રહ્યું છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં વિવિધ સંઘર્ષો, સુરક્ષા જોખમો અને પ્રાદેશિક તણાવ સતત વધી રહ્યા છે. ત્રણેય દેશોએ પોતાની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા અને એકબીજા સાથે સહયોગ વધારવા માટે આ કરાર પર સહમતિ વ્યક્ત કરી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીયેના રાષ્ટ્રપતિ રજબ તૈયપ એર્દોગન, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંયુક્ત રક્ષણનો સંકલ્પ, એક પર હુમલો…

    થાઈલેન્ડની શાળામાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત 7ના મોત

    થાઈલેન્ડમાં ફરી એકવાર ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. રાજધાની બેંગકોકને અડીને આવેલા નોન થાબુરી પ્રાંતના બેંગ ક્રૂઆઈ જિલ્લામાં આવેલી એક શાળામાં શુક્રવારે અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. દેબસિરિન નોનથાબુરી સ્કૂલમાં બનેલી આ ઘટનામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત કુલ 6 લોકોના મોત થયા હતા, જ્યારે ગોળીબાર કરનાર વિદ્યાર્થીએ બાદમાં પોતાને ગોળી મારી દેતાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે બેંગકોકની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ગોળીબારથી શાળામાં મચી અફરાતફરી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શાળામાં અચાનક ગોળીઓના અવાજો સંભળાયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. એક 18 વર્ષના વિદ્યાર્થીએ જણાવ્યું કે શરૂઆતમાં તેને…