8મું પગાર પંચ: લઘુતમ પગાર ₹18,000થી ₹69,000 સુધી વધારાની શક્યતા, કર્મચારીઓમાં ખુશીનો માહોલ

પગાર વધે તે કોણે ન ગમે ? આમ તો પગારમાં યોગ્ય માપદંડ અને પગારમાં સમયસર વધારોએ કર્મચારીઓનાં હક કરતા પણ મોરલ-મોટીવેશન બુસ્ટર કહી શકાય. હાલનાં અત્યંત તણાવ પૂર્ણ સમયમાં એપ્રિસિએશન અને અપગ્રેશન અનેક રીતે જરૂરી છે. અને કદાચ આવા જ અનેક કારણો સહ સરકાર પણ કર્મચારીની સાઇડે ઉભી રહેતી હોવાનું પ્રતિત થાય છે. આવી જ પ્રતિતિ હાલમાં જ ખુશહાલી લાવી છે.

દેશના આશરે 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ હલચલ શરૂ થઈ ગઈ છે. સરકાર દ્વારા રચાયેલ આ પંચ હવે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યું છે અને વિવિધ રાજ્યોમાં કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરી રહ્યું છે. તાજેતરમાં ઉત્તરાખંડમાં બેઠક પૂર્ણ થયા બાદ, હવે 28થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જ્યારે મે મહિનામાં મહારાષ્ટ્રમાં પણ ચર્ચાઓ થવાની છે.

આ પણ વાંચો – ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી રશિયા પહોંચ્યા, પુતિન સાથે શાંતિ મંત્રણા માટે મુલાકાત

કર્મચારી સંગઠનોના સંયુક્ત મંચ (NC-JCM) દ્વારા સરકાર સમક્ષ ફિટમેન્ટ ફેક્ટર 3.833 કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. જો આ માંગ સ્વીકારવામાં આવે, તો હાલનો લઘુતમ બેઝિક પગાર ₹18,000થી વધીને લગભગ ₹69,000 સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થું (DA) નક્કી કરવા માટે છેલ્લા 12 મહિનાની સરેરાશને આધાર બનાવવાનો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ વખતે પગાર પંચમાં પરિવારની એકમ સંખ્યા અંગે પણ મોટો ફેરફાર થઈ શકે છે.

આ પણ જુઓ – ચાર ચોક વિસ્તારમાં શિવ ટ્રેડર્સ દુકાનમાં ભયંકર આગ

હાલ 3 સભ્યોના પરિવારને આધાર માનવામાં આવે છે, પરંતુ હવે તેને વધારીને 5 સભ્યોના પરિવારને ધ્યાનમાં લેવાની માંગ થઈ રહી છે. સાથે સાથે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (TA), હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) સહિતની અન્ય સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. જાન્યુઆરી 2025માં રચાયેલા આ પગાર પંચને પોતાની ભલામણો આપવા માટે અંદાજે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. પંચનો રિપોર્ટ મળ્યા બાદ જ સરકાર અંતિમ નિર્ણય લેશે. હાલમાં કર્મચારીઓમાં આશા છે કે આ વખતે તેમને મોટો આર્થિક લાભ મળી શકે છે.

 

Follow us on

#pagar #salary #employee #employer #employment #centergovernment #modisarkar #employeeunion

  • Related Posts

    ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

    દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…

    રાજ્યભરમાં ખાદ્ય સુરક્ષા અભિયાન: 2.12 લાખ કિલો/લિટરથી વધુ ઘી, તેલ, દૂધ અને પનીર સામે કાર્યવાહી

    નાગરિકોને શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે રાજ્યના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ઘી, ખાદ્ય…