હળદર બનશે ડાયાબિટીસ માટે ‘ગોલ્ડન ટિકિટ’, હૃદયને આપશે સુરક્ષા

ભારતીય રસોડાનું ઘરેણું ગણાતી હળદર હવે માત્ર મસાલા તરીકે નહીં, પરંતુ આરોગ્યક્ષેત્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તાજેતરના એક સંશોધન મુજબ, હળદરમાં રહેલું મુખ્ય તત્વ ‘કરક્યુમિન’ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ લાભદાયક સાબિત થઈ શકે છે. ખાસ કરીને હૃદય અને રક્તવાહિનીઓને થતા નુકસાન સામે રક્ષણ આપવામાં લાભદાયક સાબિત થઈ શકે છે.

અમેરિકાની ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (FIT)ના સંશોધકોએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે કરક્યુમિન બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે અને શરીરના કોષોના પ્રતિભાવને સુધારે છે. પી.એચ.ડી. સ્કોલર સ્વસ્તી રસ્તોગીના નેતૃત્વમાં થયેલા આ અભ્યાસમાં ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવતા ઉંદરો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો –  Paytm Payments Bank પર RBIની મોટી કાર્યવાહી: લાયસન્સ રદ, હવે ગ્રાહકો પર શું અસર?

માત્ર એક મહિના સુધી કરક્યુમિન આપ્યા બાદ ડાયાબિટીક ઉંદરોની રક્તવાહિનીઓ અને મહાધમની (Aorta)ની કાર્યક્ષમતા સામાન્ય ઉંદરો જેવી થઈ ગઈ હતી. કરક્યુમિને રક્તવાહિનીઓમાં કેલ્શિયમ આયનોના પ્રવાહને સંતુલિત કર્યો અને મહત્વપૂર્ણ પ્રોટીનના સ્તરને સુધાર્યું. વિશ્વભરમાં ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા બની રહી છે. ડાયાબિટીસના કારણે હૃદય અને રક્તવાહિનીઓને લાંબા ગાળે નુકસાન થાય છે. આવા સમયમાં હળદરના એન્ટી-ઓક્સિડન્ટ ગુણો રક્ષણ પૂરું પાડી શકે છે.

આ પણ જુઓ –  અમેરિકાથી સૌથી મોટા સમાચાર | #bindi

જોકે, સંશોધકોનો ભાર છે કે હળદરને તરત જ ડાયાબિટીસની દવા તરીકે માનવી યોગ્ય નથી. કારણ કે કરક્યુમિન માનવ શરીરમાં ઓછી માત્રામાં જ શોષાય છે અને ઝડપથી બહાર નીકળી જાય છે. તેની અસરકારકતા વધારવા માટે તેને કાળા મરી સાથે લેવાથી મદદ મળી શકે છે. આ સંશોધન અમેરિકન ફિઝિયોલોજી સમિટમાં રજૂ થવાનું છે, અને આગામી સમયમાં માનવો પર થનારા ક્લિનિકલ ટ્રાયલ્સ બાદ વધુ સ્પષ્ટતા મળશે. હળદરનો ઉપયોગ પહેલેથી જ ઓસ્ટિયોઆર્થરાઈટીસ અને રુમેટોઈડ આર્થરાઈટીસ જેવી બીમારીઓમાં સાંધાના દુખાવા ઘટાડવા માટે થાય છે. ઉપરાંત કેન્સર, અલ્ઝાઈમર અને પાર્કિન્સન્સ જેવી ગંભીર બીમારીઓમાં પણ તેની અસર અંગે સંશોધન ચાલુ છે.

Follow us on

#trumarik #haldar #healthtips #health #heart #body #medicin

  • Related Posts

    એન. ચંદ્રશેખરન વધુ ૫ વર્ષ TATA સન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ લંબાવ્યો Elite Hold 2026

    ચંદ્રશેખરન વધુ 5 વર્ષ Tataસન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ વધાર્યો; અગાઉ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની કરી હતી જાહેરાત Tata ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો નવો વળાંક આવ્યો છે. ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય અગાઉના ઘટનાક્રમથી ખાસ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ઓગસ્ટ 2026માં ચંદ્રશેખરને પોતાના વર્તમાન કાર્યકાળ બાદ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની જાહેરાત કરી હતી. તે સમયે ટાટા સન્સના બોર્ડમાં તેમની આગામી ટર્મને લઈને સર્વસંમતિ બની શકી નહોતી. હવે Tata સન્સના બોર્ડે ફરી એકવાર તેમના નામને આગામી પાંચ વર્ષની ટર્મ માટે મંજૂરી આપી છે. જોકે આ નિર્ણયને અંતિમ અસરકારક બનવા માટે કંપનીની વાર્ષિક…

    Vadnagar શર્મિષ્ઠા તળાવ મહાઆરતી અને પદયાત્રા: અમિત શાહે PM મોદીને ગણાવ્યા ‘ધ્રુવ તારા’ 76 Unyielding National Pride

    Vadnagarના શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી બાદ પદયાત્રા: અમિત શાહે કહ્યું- PM મોદી ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે; GMERS સેવા કેમ્પથી સેવાકીય કાર્યક્રમોને વેગ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસને લઈને તેમના જન્મસ્થળ Vadnagarમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી, પદયાત્રા, હાટકેશ્વર મહાદેવના દર્શન તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની સેવાયાત્રાને લઈને શહેરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી યોજાઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. Vadnagarમાં યોજાયેલા કાર્યક્રમોને વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ અને સેવા-સમર્પણ સાથે જોડવામાં આવ્યા છે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાવાનું…