વર્લ્ડ બુક ડે પર “યુનાઇટિંગ રીડર્સ” પહેલ: વાંચન દ્વારા એકતા અને જ્ઞાનનું ઉજાસ ફેલાવતો કાર્યક્રમ

અમદાવાદ, (23 એપ્રિલ 2026) : વર્લ્ડ બુક ડેના અવસરે કર્મા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ બુક ક્લબ (ABC) અને ગુજરાતી બુક ક્લબ (GBC) ના સહયોગથી “યુનાઇટિંગ રીડર્સ” શીર્ષક હેઠળ એક અર્થસભર અને પ્રેરણાદાયી સાહિત્યિક કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શહેરભરના વાંચનપ્રેમીઓ અને સાહિત્ય રસિકો એકત્રિત થયા હતા.

કાર્યક્રમની શરૂઆત સાંજે 4:00 વાગ્યે મહેમાનોના આગમન અને હાઈ-ટી સાથે થઈ, ત્યારબાદ હાર્દિક સ્વાગત અને જ્ઞાન તથા પ્રેરણાના પ્રતિકરૂપે દીપ પ્રાગટ્ય વિધિ યોજાઈ.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે  વી. નંદકુમાર સાહેબ (આઈઆરએસ, આવકવેરા કમિશનર, આવક વિભાગ, નાણાં મંત્રાલય) ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ માનનીય મહાનુભાવો તરીકે મૈત્રીદેવી સિસોદિયા (ડેપ્યુટી કલેક્ટર), ખુરશીદ રવજી (વાંચનપ્રેમી, અમદાવાદ બુક ક્લબ), સ્નેહલ પટેલ (કો-ચેરમેન, પી.સી. સ્નેહલ ગ્રુપ) અને અંકિત પારીખ (સભ્ય, રાઉન્ડ ટેબલ ઈન્ડિયા તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન) ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન કર્મા ફાઉન્ડેશનની સ્થાપક ટ્રસ્ટી પ્રિયાંશી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ઉપસ્થિત મહાનુભાવોની ઓળખાણ આપી અને વાંચન સંસ્કૃતિને મજબૂત બનાવવાના દ્રષ્ટિકોણ વિશે વિસ્તૃત રીતે રજૂઆત કરી. સાથે જ 2027  ટુગેધર વી રાઈઝ” પહેલનો ઉલ્લેખ કરીને એકતા અને સહકારથી સાહિત્યિક સમુદાયને વિકસાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

કાર્યક્રમ દરમિયાન સ્નેહલ પટેલે પ્રેરણાદાયી પ્રસંગો અને જીવનમૂલ્યો અંગે વિચાર રજૂ કર્યા. મૈત્રીદેવી સિસોદિયાએ વાંચનની મહત્તા પર ભાર મૂકતા જણાવ્યું કે લેખકો વિચારો સર્જે છે, પરંતુ વાચકો એ વિચારોને આગળ ધપાવે છે. તેમણે નાની વયથી વાંચનની આદત વિકસાવવાની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો.

ખુરશીદ રવજીએ પોતાના વાંચનપ્રેમ પાછળ તેમના પિતાની પ્રેરણાનો હૃદયસ્પર્શી ઉલ્લેખ કર્યો અને પરિવારના માર્ગદર્શનનું મહત્વ સમજાવ્યું.

અંકિત પરીખે શિક્ષણ ક્ષેત્રે થયેલી પહેલો, ખાસ કરીને શાળામાં લાઈબ્રેરી સ્થાપન અંગે માહિતી આપી અને સાહિત્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. કાર્યક્રમ દરમિયાન મોબાઈલની વધતી લત જેવા આધુનિક પડકારો પર પણ ચર્ચા કરવામાં આવી અને વાંચન તથા અર્થપૂર્ણ ઑફલાઇન પ્રવૃત્તિઓ તરફ વળવા પ્રોત્સાહિત કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં “બુક હીરો” તરીકે વિશેષ સન્માન સમારોહ યોજાયો, જેમાં ABC અને GBC સાથે જોડાયેલા લેખકો અને સહયોગીઓને તેમના સાહિત્ય પ્રત્યેના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ પ્રેક્ષકો સાથે સંવાદાત્મક સત્ર યોજાઈ, જેના કારણે કાર્યક્રમ વધુ જીવંત અને રસપ્રદ બન્યો.

કાર્યક્રમનો સમાપન આભારવિધિ સાથે થયો, જેમાં તમામ મહાનુભાવો, ઉપસ્થિત મહેમાનો, કર્મા ફાઉન્ડેશનની ટીમ તથા GLS ઇન્ટર્ન્સનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. અંતે સમૂહ તસવીરો સાથે એકતા અને વાંચનપ્રેમના સુંદર ક્ષણોને યાદગાર બનાવવામાં આવ્યા.

આ પહેલ અમદાવાદમાં વાંચન સંસ્કૃતિને વધુ પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને “યુનાઇટિંગ રીડર્સ”ના સંદેશ સાથે લોકોને પુસ્તકો સાથે ફરી જોડાવા પ્રેરણા આપશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી 8 Remarkable Intervention

    મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી; 8 દિવસ પહેલાં જ PMને મળ્યા હતા  BJP : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાના થોડા દિવસ બાદ તેમના એક મિત્રને જમીન પરત મળવાની ઘટના ચર્ચામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, જે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તેમાં BJPના ધારાસભ્યએ કબજો છોડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જમીન પર બાંધકામ માટે આપવામાં આવેલી પરમિટ પણ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને રાજકીય અને સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે, કારણ કે જમીન પરત મળવાની કાર્યવાહી વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના માત્ર આઠ દિવસ બાદ થઈ હોવાની માહિતી સામે આવી છે. જોકે, બંને ઘટનાઓ…

    મધ્યપ્રદેશથી Ahmedabad આવેલા યુવક સાથે લૂંટ: રિક્ષામાં યુ.એન. મહેતા હોસ્પિટલ જતા સમયે ગલીમાં લઈ જઈ 4 શખસે ₹45 હજાર પડાવી લીધા, Premeditated Criminal Trap

    મધ્યપ્રદેશથી Ahmedabad આવેલા યુવક સાથે લૂંટ: રિક્ષામાં યુ.એન. મહેતા હોસ્પિટલ જતા સમયે ગલીમાં લઈ જઈ 4 શખસે ₹45 હજાર પડાવી લીધા, કાલુપુર પોલીસે ગુનો નોંધ્યો Ahmedabadના કાલુપુર વિસ્તારમાં મધ્યપ્રદેશથી સારવાર માટે આવેલા એક યુવક સાથે લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે યુવક રિક્ષામાં બેસીને યુ.એન. મહેતા હોસ્પિટલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રિક્ષાચાલક સહિત ચાર શખસોએ તેને કથિત રીતે એક ગલીમાં લઈ જઈ રોક્યો હતો અને તેની પાસેથી રોકડ સહિત કુલ ₹45 હજાર પડાવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઘટનાને લઈને યુવકે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવક મધ્યપ્રદેશથીAhmedabad આવ્યો હતો અને હોસ્પિટલ જવાના રસ્તામાં તેની સાથે આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું…