તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ: 19નાં મોત, અનેક દટાયેલા હોવાની આશંકા

તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટે મોટી દુર્ઘટના સર્જી છે. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ ઘટના કટ્ટનારપટ્ટી વિસ્તારમાં આવેલી એક ક્રેકર યુનિટમાં બની હતી, જ્યાં અચાનક થયેલા બ્લાસ્ટે આજુબાજુના ચાર યુનિટોને પણ ઝપેટમાં લઈ લીધા હતા. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે આસપાસની ઇમારતોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

દુર્ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહી છે. પ્રશાસને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે.

આ દુર્ઘટનાને લઈને તમિલનાડુના મુખ્યમંત્રીએમ. કે. સ્ટાલિનએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને કહ્યું કે રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં તેમની સાથે છે અને રાહત-બચાવ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

હાલ વિસ્ફોટના ચોક્કસ કારણો જાણી શકાયા નથી, પરંતુ પ્રાથમિક આશંકા છે કે ફટાકડાના ઉત્પાદન દરમિયાન સુરક્ષાના ધોરણોની અવગણના થઈ હોઈ શકે છે. અધિકારીઓએ સમગ્ર મામલે તપાસના આદેશ આપી દીધા છે.

સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા મુજબ રાહત અને બચાવ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    પાકિસ્તાનમાં ફરી રાજકીય સંકટના સંકેત? મોહસીન નકવીના નિવેદનોથી વધ્યો સત્તા પરિવર્તનનો ચર્ચા

    પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય હલચલ તેજ બની છે. ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીના તાજેતરના નિવેદનો બાદ દેશમાં સત્તા પરિવર્તન અને રાજકીય સમીકરણોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નકવીએ દેશની વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવતા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. નકવીના આ નિવેદનો બાદ પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું આ માત્ર ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો ભાગ છે કે પછી દેશની સત્તા વ્યવસ્થામાં કોઈ મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાનમાં નકવીએ સરકાર અને સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ પાકિસ્તાન આર્થિક સમિટ દરમિયાન ગૃહમંત્રી મોહસીન નકવીએ દેશની હાલની વહીવટી વ્યવસ્થા અંગે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની જૂની શાસન પદ્ધતિમાં અનેક ખામીઓ છે અને તેને…

    ‘ગજની’ના વિલન પ્રદીપ રાવતનું નિધન, બ્લડ કેન્સર સામે 5 વર્ષ લડ્યા બાદ 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

    ભારતીય ફિલ્મ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન થયું છે. આમિર ખાનની લોકપ્રિય ફિલ્મો ‘ગજની’ અને ‘લગાન’માં પોતાના દમદાર અભિનયથી ઓળખ બનાવનાર પ્રદીપ રાવત છેલ્લા ઘણા સમયથી બ્લડ કેન્સર સામે લડી રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી બોલીવુડ સહિત સમગ્ર ભારતીય સિનેમા જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રદીપ રાવતના ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારો સોશિયલ મીડિયા મારફતે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમના અભિનય, ખાસ કરીને નકારાત્મક પાત્રોમાં કરેલા યાદગાર કામને લોકો લાંબા સમય સુધી યાદ રાખશે. પ્રદીપ રાવત પાંચ વર્ષથી બ્લડ કેન્સર સામે લડી રહ્યા હતા પ્રદીપ રાવતના બિઝનેસ મેનેજર સિદ્ધાર્થ તિવારીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, અભિનેતા છેલ્લા પાંચ વર્ષથી બ્લડ…